તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 8th September 2025
રાજપીપળામાં ઐતિહાસિક લાલ ટાવરની દુર્દશા : ઉપરના ભાગે ઘાસ ઊગી નિકળ્યું : ઘડિયાળ પણ બંધ
ટાવરની શાન ગણાતી ઘડિયાળ જ જો બંધ હાલતમાં હોય તો ચાંદ પર દાગ જેવી સ્થિતિ જોવા મળે છે: લાખોના ખર્ચે નવી નંખાયેલી ટાવરની ઘડિયાળ પણ બંધ છે, ઐતિહાસિક ઇમારતોની કોઈજ જાળવણી નથી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા શહેર એ રાજવી નગરી તરીકે ની ઓળખ ધરાવતું હોવા છતાં હાલ છેલ્લા લગભગ ઘણા વર્ષથી ઐતિહાસિક લાલ ટાવર ની આખા ગામને ટકોરા સંભળાવતી ઘડિયાળ જાણે મૌન પડી ગઈ હોય એમ બંધ હાલતમાં હોવા છતાં તંત્ર આ બાબતને નજર અંદાજ કરતું જણાઈ છે. સાથે સાથે ટાવરની ઉપર ચારેબાજુ ઘાસ ઊગી નીકળ્યું છે જે ભાગ ઘાસ ના કારણે તૂટવાની શક્યતાઓ હોય તંત્ર આ બાબતે યોગ્ય સફાઈ કરાવે તે જરૂરી છે. આ રાજવી નગરી માં ઘણી ઇમારતો ઐતિહાસિક છે અને રાજપીપળા શહેર માં પ્રવાસે આવતા વિદ્યાર્થીઓ સહિત અસંખ્ય પ્રવાસીઓ અન્ય ઐતિહાસિક ઇમારતો સાથે લાલ ટાવર નિહાળવા પણ આવતા હોય તેવામાં ટાવરની શાન ગણાતી ઘડિયાળ જ જો બંધ હાલત માં હોય તો ચાંદ પર દાગ જેવી સ્થિતિ જોવા મળે છે.
હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ દેશ વિદેશના લાખો પ્રવાસીઓ આ તરફ આવતા હોય માટે આવી સ્ટેટ સમયની ઐતિહાસિક ધરોહરોની જાળવણી જરૂરી બની છે.તો લાગતા વળગતા વિભાગના અધિકારીઓ લાલ ટાવરની આ બંધ ઘડિયાળ ચાલુ કરાવે અને ઉગેલું ઘાસ સાફ કરાવે તેવી માંગ ઉઠી છે
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
