<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

રવિવારે દેશભરમા દેખાયેલ ચંદ્ર ગ્રહણની તસવીર અમે કેમેરામાં કેદ કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રવિવારે વિશ્વમાં લોકોની નજર આકાશ પર હતી તેનું કારણ ચંદ્રગ્રહણ હતું. જેમાં લોકોની નજરનો અંત આવ્યો અને રાત્રે 9:58 વાગે ચંદ્રગ્રહણ શરૂ થયું, આ ગ્રહણ આખા દેશમાં અને વિશ્વના અમુક ભાગોમાં પણ આ ગ્રહણ જોવા મળ્યું. અગત્યની વાત એ છે કે આ ગ્રહણ દરમિયાન, ચંદ્રનો રંગ કાળો કે વાદળી નહીં, પરંતુ લાલ હતો. માટે તેને બ્લડ મૂન કહેવામાં આવ્યું હતું. આપણા દેશમાં લાખો લોકો એ આ ગ્રહણને નરી આંખે સરળતાથી જોયુ, જ્યારે પૃથ્વી ચંદ્રને સંપૂર્ણપણે ઢાંકી દે છે, ત્યારે બ્લડ મૂનનો નજારો દેખાય છે. દેશના વિવિધ ભાગોમાં પણ બ્લડ મૂનનો નજારો જોવા મળ્યો હતો. અને રાજપીપળા માં પણ આ ગ્રહણ જોનાર લોકો એ તેને કેમેરા માં કેદ કરી સોશિયલ મીડિયામાં તસવીરો અપલોડ કરી હતી. અમે પણ રાત્રે 11 અને 12 વાગ્યાની તસવીર કેમેરામાં કેદ કરી છે જે આપ જોઈ શકો છો.

(10:51 PM IST)