<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

રાજ્ય કક્ષાનો જુનિયર રેડ ક્રોસ ટ્રેનિંગ કમ સ્ટડી કેમ્પ એકતા નગર, કેવડીયા ખાતે સફળતાપૂર્વક યોજાયો

કેમ્પમાં રાજ્યભરના કુલ 228 વિદ્યાર્થી તથા 48 શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઇ પટેલના પ્રેરક માર્ગદર્શન હેઠળ તા.3 થી 5 સપ્ટેમ્બર-2025 દરમિયાન રાજ્ય કક્ષાનો જુનિયર રેડ ક્રોસ ટ્રેનિંગ કમ સ્ટડી કેમ્પનું સફળ આયોજન સહકાર ભવન, GSC બેંક, એકતાનગર, કેવડિયા ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં રાજ્યભરના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી કુલ 228 વિદ્યાર્થી તથા 48 શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કેમ્પના મુખ્ય ઉદ્દેશ્યોમાં વિદ્યાર્થીઓમાં સેવાભાવના, નેતૃત્વના ગુણો તથા માનવતાના મૂલ્યોનું સંવર્ધન કરવાનો હતો. ત્રણ દિવસીય આ કેમ્પ દરમિયાન યોજાયેલી તાલીમ અને પ્રવૃત્તિઓમાં પ્રાથમિક સારવાર તાલીમ : કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તે અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત – એકતા અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક સમા વિશ્વવિખ્યાત સ્મારકની મુલાકાત વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક અનુભવ બની, સ્પર્ધાઓ : ચિત્રકામ, નિબંધ લેખન તથા ક્વિઝ જેવી સ્પર્ધાઓનું આયોજન, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું, સાંસ્કૃતિક કાર્યક્રમો : વિદ્યાર્થીઓએ કલા અને સર્જનાત્મકતાની ઝલક રજૂ કરી, જેનાથી તેમની છુપાયેલી પ્રતિભાઓ બહાર આવી.
આ સફળ આયોજન બદલ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાના પદાધિકારીઓ તથા સ્વયંસેવકો એ હર્ષ વ્યક્ત કર્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે, આવાં કાર્યક્રમો યુવાનોમાં માનવતા અને સેવા ભાવના વધારવા માટે ભવિષ્યમાં પણ નિયમિતપણે યોજાતા રહેશે

(10:53 PM IST)