<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

રાજપીપળાની શ્રી આર એમ કોમર્સ કોલેજ ખાતે માનસિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો .

વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે અંતર્ગત માનસિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન: ડો પ્રશાંત જરીવાલાએ 'થ્રી ઈડિયટ' મુવીના વિડીયો દ્વારા વિદ્યાર્થીઓને ઉદાહરણ સહિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

( ભરત શાહ દ્વારા ) નર્મદા : શ્રી રત્નસિંહજી મહિલા કોમર્સ કોલેજ, રાજપીપળા ખાતે માનસિક આરોગ્ય વિભાગ, જનરલ હોસ્પિટલ, રાજપીપળા ના સંયુક્ત ઉપક્રમે 'વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે' અંતર્ગત માનસિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં મુખ્ય વક્તા તરીકે જનરલ હોસ્પિટલ રાજપીપળા ના માનસિક આરોગ્ય વિભાગના સાયકાટ્રીસ ડો. પ્રશાંત જરીવાલા અને ડો.અમીશા પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે  હોસ્પિટલના સહ કર્મિયો ડો. સોહીલ કોઠારી, ડો.સાન્યા, પણ ઉપસ્થિત રહ્યા હતા.  
      કાર્યક્રમની શરૂઆત કોલેજના આચાર્ય ડો.હિતેશ ગાંધીએ મહેમાનોના શાબ્દિક સ્વાગત તથા પ્રસંગે  ઉદબોધન કરી ભૂમિકા બાંધી હતી. તેમણે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજના સમયમાં વિદ્યાર્થીઓમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી બન્યું છે. આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓમાં ભણતરનું દબાણ , વ્યક્તિગત જીવનમાં ચાલતો સંઘર્ષ, હરીફાઈ ના આ યુગમાં  કારકિર્દી અને રોજગારી અંગેની ચિંતાઓ વિદ્યાર્થીઓને ડિપ્રેશન  અને તણાવ  તરફ દોરી જાય છે .ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા એવા ડોક્ટર પ્રશાંત જરીવાલા દ્વારા પ્રેઝન્ટેશન અને વિડિયો દ્વારા વિદ્યાર્થીઓને ડિપ્રેશન અને તનાવથી દૂર રહીને કેવી રીતે આશાસ્પદ જીવન જીવી શકાય તે વિશે માહિતગાર  કરાયા હતા. વધારે પડતા તળાવથી ક્યારેક આત્મહત્યા જેવું પગલું ભરાઈ જાય છે તેથી આ તણાવ નું કેવી રીતે નિવારણ કરી શકાય તે વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓને આ પ્રસંગે રાજપીપળા ના માનસિક આરોગ્ય વિભાગ જીએમઇઆરએસ સિવિલ હોસ્પિટલ રાજપીપળા નો સંપર્ક સાધવા જણાવ્યું હતું. ડો પ્રશાંત જરીવાલા  'થ્રી ઈડિયટ' મુવી ના વિડીયો દ્વારા વિદ્યાર્થીઓને ઉદાહરણ સહિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત ડોક્ટર અમીશા પટેલે માનસિક રોગ શું છે અને આ માનસિક રોગમાં આપણે પોતાને અથવા આપણી આસપાસના આવા કોઈ ચીન ધરાવતા માણસોને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ તેની વિગતવાર ચર્ચા કરી હતી. આજના સમયમાં માનસિક આરોગ્ય માટે એકબીજા જોડે કોમ્યુનિકેશન ઉપરાંત કોઈને કોઈ રમત શારીરિક કસરત વ્યાયામ વગેરે ખૂબ જ જરૂરી બની રહ્યું છે. કાર્યક્રમને અંતે આચાર્યશ્રી દ્વારા રાજપીપળાની જીએમઇઆરએસ ના માનસિક આરોગ્ય વિભાગ ના સંયુક્ત ઉપક્રમે કોલેજના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીની બહેનોનું દર મહિને કાઉન્સિલિંગ કરાવવાનું નક્કી કરી તેમજ અધ્યાપકો વિદ્યાર્થીઓ જોડે કેવો વ્યવહાર કરે, તેમને કેવી રીતે સમજે તે માટે એક સેમિનારનું આયોજન કરવાની નકકી કરી મહેમાનો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

(10:54 PM IST)