<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

અમદાવાદના કાલુપુરમાં રાજા પુરુષોત્તમની ખડકીમાં જર્જરિત મકાન અચાનક ધરાશાયી

મકાન ધરાશાયી થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા રાજા પુરુષોત્તમની ખડકીમાં એક જૂનું જર્જરિત મકાન અચાનક ધરાશાયી થયું છે. ઘટના કાલુપુર સ્વામિનારાયણ મંદિર નજીકની છે, જેને લઈને સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવાની માહિતી મળતી નથી. મકાન ધરાશાયી થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી. તંત્ર દ્વારા સુરક્ષાના દ્રષ્ટિકોણે આસપાસના વિસ્તારોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

(1:01 AM IST)