તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th September 2025
ભરુચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભાજપ : અરૂણસિંહ રણા અને ઘનશ્યામ પટેલની પેનલ સામસામે
ઘનશયમ પટેલે મેન્ડેટ મેળવનાર પ્રકાશ દેસાઈને જીતાડવા પોતાના ઉમેદવાર દિપક પાદરીયા પાસે ઉમેદવારી પરત ખેંચાવી

ભરૂચ જિલ્લાની દૂધધારા ડેરીના રાજકારણમાં ભાજપના પ્રદેશ કક્ષાના મોવડીઓએ બે દિગ્ગજોને ટકરાતાં અટકાવવા પ્રયાસ હાથ ધર્યા છે. ભાજપના બે દિગ્ગજ સહકારી નેતાઓ અરૂણસિંહ રણા અને ઘનશ્યામ પટેલની પેનલ સામસામે ચૂંટણી લડી રહી છે. ભાજપના મેનડેટનો મજાક ના બને તે માટે પ્રયાસ શરૂ કરાયા છે. ઘનશયમ પટેલે મેન્ડેટ મેળવનાર પ્રકાશ દેસાઈને જીતાડવા પોતાના ઉમેદવાર દિપક પાદરીયા પાસે ઉમેદવારી પરત ખેંચાવી છે. અન્ય 14 બેઠકો માટે પણ આજ ફોર્મ્યુલા અપનાવાય તેવી શક્યતા છે. આવતીકાલે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. આવતીકાલ સાંજે 5 વાગ્યા સુધીમાં મોટી નવાજુની જોવા મળી શકે છે. ભાજપની ફોર્મ્યુલાથી માજી ધારાસભ્ય મહેશ વસાવા નારાજ છે. તેમણે કહ્યું છે કે, અરૂણસિંહ જાતે ડેરી ચલાવે છે અને દુધધારા ડેરીના સ્પર્ધક હોવા છતાં ચૂંટણીમાં પેનલ ઉતારે તે અયોગ્ય છે.
(1:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
