તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
ગરબા શીખવા જતી યુવતીઓની સુરક્ષા માટે ૭૦૦થી વધુ મહિલા ટીમો મેદાને...અજય ચોધરી
રાજ્યના પોલીસ કમિશનર, રેન્જ વડાઓ, અને જિલ્લા પોલીસ વડાઓને ફૂલપ્રૂફ સુરક્ષા કવચ પૂરું પાડવા CID વડાના સૂચનથી તાકીદનો પત્ર .... ગરબા સંચાલકો મારફત યુવતીઓને તાકીદની પરિસ્થિતિ સમયે મદદરૂપ બનવા મોબાઇલ નંબર આપવા સાથે સેલ્ફ ડિફેન્સ તાલીમ પણ આપવામાં આવશે... વડાપ્રધાન, કેન્દ્રીય ગળહમંત્રી, મુખ્ય મંત્રી અને ગળહમંત્રીના સિદ્ધાંતો મુજબ ગુજરાતનું મહિલા સુરક્ષા મોડલ યથાવત રાખવા અમારી વ્યવસ્થામાં કોઈ ખામી ન રહે તે પ્રાથમિકતા, લોકો પણ સહકાર આપે.. ‘અકિલા' સાથે CID ક્રાઈમના મહિલા સેલના એડી ડીજીપીની વાતચીત...

રાજકોટ, તા.૯: રાજકોટ સહિત ગુજરાતની ગરબા શીખતી બહેનોને સુરક્ષા કવચ પૂરું પાડવા રાજ્યના CID ક્રાઇમ વડા અને રાજકોટના પૂર્વ પોલીસ કમિ‘ર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું CID ક્રાઈમના એડિશનલ ડીજીપી અને લોકપ્રિય સિનિયર IPS અજય ચૌધરીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
રાજ્ય લેવલના મહિલા સેલના વડા અજયકુમાર ચીધરીએ વિશેષમાં જણાવેલ કે ગરબા શીખવા માટે જતી યુવતીઓ, બાળાઓ બેધડક રીતે દેશભરમાં આદર્શરુપ સુરક્ષા મોડલ મુજબ આરામથી કોઈ લુખ્ખા કે અસમાજિક તત્વોના ભય વિના જાય તેવું વાતાવરણ સર્જવામાં આવશે. રાજ્યભરના ગરબા સંચાલકોનો કોન્ટેક્ટ કરી ગરબા સાથે મહિલા પોલીસની સી ટીમ દ્વારા આવી સેલ્ફ ટ્રેનિંગ આપવામાં આવશે.
ગરબા તાલીમ સંચાલક પોલીસ કમિશનરથી માંડી પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ મથકના જવાબદારોના મોબાઇલ નંબર તાલીમી યુવતીઓને મળી રહે તેવી સુરક્ષા વ્યવસ્થા માટે રાજ્યભરના જવાબદાર અધિકારીઓને સીઆઇડી ક્રાઈમ વડાના સૂચનથી અમારા દ્વારા પત્ર પાઠવવામાં આવ્યો હોવાનું પણ અજય ચીધરીએ અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવ્યું છે.
સીઆઈડી ક્રાઇમના એડિશનલ ડીજીપી અજય ચીધરીએ જણાવ્યું કે ગરબા શીખવા જતી યુવતીઓ, પોલીસ સ્ટાફના મહિલા પોલીસના કોન્ટેક્ટ આધારે તેમના મોબાઇલ નંબર સાથે રાખવાથી અને એક જાતના સંબંધો બાંધવાથી વિશ્વાસ સાથે હિમંત કેળવાશે.
અત્રે એ યાદ રહે કે અંબાજી પગપાળા જતા મહિલા યાત્રીઓને પણ પોલીસની મહિલા ટીમો મળી,કોઈ મુશ્કેલી હોય તો પોતાને તુરંત ફોન કરવા જણાવેલ. વિવિધ શહેરોમાં ગણપતિ ઉત્સવ વખતે પણ મહિલા સી ટીમ એક્ટિવ રહેલ. રાજ્યભરમાં આવી ૭૦૦ થી વધુ સી ટીમ એક્ટિવ મોડમાં આવી કાર્ય કરે છે. ગુજરાતમાં બહેનો મોડી રાતે પણ હિંમતપૂર્વક એકલી નીકળી શકે તેવું વાતાવરણ સર્જવા વડાપ્રધાન અને તતકેન્દ્રીયમંત્રી સાથે ગુજરાતના મુખ્ય મંત્રી, ગ્રહમંત્રીની સતત અભિલાષા ઘ્ત્ઝ ક્રાઈમના વડા, અને એડિશનલ ડીજીપી મહિલા સેલના આવકારદાયક નિર્ણયથી પૂર્ણ થતા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ આ નિર્ણય વધાવાયો છે.(૨૩.૩)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
