News of Tuesday, 9th September 2025
પોરબંદર જિલ્લા ખેલ મહાકુંભઃ વધુને વધુ ખેલાડીઓને જોડાવવા કલેકટરની અપીલ

પોરબંદર, તા.૯: જીલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૫ના રજિસ્ટ્રેશન અંગે જિલ્લા કલેક્ટર શ્રી એસ. ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ખેલ મહાકુંભ માટે થયેલ રજિસ્ટ્રેશનની માહિતી જિલ્લા કલેક્ટરશ્રીએ મેળવી હતી, તેમજ વધુમાં વધુ વિદ્યાર્થીઓ, યુવાનો અને ખેલ પ્રેમીઓ ખેલ મહાકુંભમાં જોડાય તે માટે વ્યાપક પ્રયત્નો કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા કલેકટરશ્રીએ ખેલ મહાકુંભ વધુ સુયોગ્ય આયોજન કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કલેક્ટરશ્રી એસ.ડી. ધાનાણીએ સાંસદ ખેલ મહોત્સવમાં પણ બહોળો પ્રમાણમાં જિલ્લામાંથી તમામ વર્ગના લોકો મોટી સંખ્યામાં જોડાય તેવા પ્રયાસો હાથ ધરવા પર ભાર મૂકયો હતો. અને જિલ્લના લોકો સાંસદ ખેલ મહોત્સવ અને ખેલ મહાકુંભમાં વધુમાં વધું રજિસ્ટ્રેશન કરાવે અને ખેલદિલી સાથે વિવિધ રમતો રમે તે માટે અપીલ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી બી ચૌધરી, અધિક નિવાસી કલેક્ટર શ્રી જે બી વદર સહિત શિક્ષણ અને રમત ગમત વિભાગના કર્મચારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકારશ્રીના રમત-ગમત, યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભનું વર્ષ - ૨૦૧૦ થી દર વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવે છે. જે મુજબ ખેલ મહાકુંભ - ૨૦૨૫ માં અં. ૯, ૧૧, ૧૪, ૧૭, ઓપન એજ ગળપ, ૪૦ વર્ષથી ઉપર અને ૬૦ વર્ષથી ઉપર વયજૂથ અન જેમા શાળાકક્ષા, ગ્રામ્યકક્ષાએ કુલ ૬ રમતો, તાલુકાકક્ષાએ કુલ ૭ રમતો અને જિલ્લાકક્ષાએ કુલ - ૨૪ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
