<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

હજયાત્રીઓને વિશેષ સગવડ મળી રહે તે માટે ‘ગુજરાત હજ હાઉસ'બાજુની જગ્‍યા ખરીદવા મંજૂરી

 

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૯: ગુજરાત રાજ્‍યનાં હજ યાત્રિકો માટે આનંદના સમાચાર છે. સમિતિના અધ્‍યક્ષ  ઈકબાલ સૈયદ અને સચિવ આઈ. એમ. ઘાંચીએ યાદીમાં જણાવે છે કે, હજ યાત્રીઓને સગવડ મળી રહે તેવા ઉમદા આશયથી ગુજરાત હજ હાઉસની બાજુની જગ્‍યા ખરીદવા માટે ગુજરાત સરકારની સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે.

 આ એક મોટી સિદ્ધિ છે, જે હજ યાત્રિકો માટે સુવિધા વધારવામાં મદદ કરશે. આ મંજૂરી મેળવવા માટે હજ સમિતિના અધ્‍યક્ષ  ઈકબાલ સૈયદ, નાહિનભાઈ કાઝી, નાસિરખાન બલોચ, વકારભાઈ શેખ, રૂકૈયાબેન એસ. ગુલામહુસૈનવાલા, ફૈયાઝઅલીભાઈ સૈયદ, આમદભાઈ જત, અકરમભાઈ શાહ, નઝહતબેન સેતા, અને ડો. મોહસિન લોખંડવાલા (અધ્‍યક્ષ, વકફ બોર્ડ) સહિતના સભ્‍યોએ સતત પ્રયાસો કર્યા હતા. તેમના  પ્રયાસોને કારણે આ સફળતા મળી છે. આ સિદ્ધિ બદલ ગુજરાત રાજ્‍ય હજ સમિતિને ચારે બાજુથી શુભેચ્‍છાઓ મળી રહી છે.

(1:04 PM IST)