<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

નાના ગુનાઓને અપરાધમુક્‍ત કરાશે ! જેલની સજાના બદલે નાણાકીય દંડની જોગવાઈ

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના બીજા દિવસે આજે બે મહત્‍વપૂર્ણ બિલો ગળહમાં રજૂ થઇ રહયા છે ગુજરાત જન વિશ્વાસ (જોગવાઈઓનો સુધારો) બિલ, ૨૦૨૫ અને ગુજરાત માલ અને સેવા કર (બીજો સુધારો) બિલ, ૨૦૨૫નો સમાવેશ થાય છે : આ બંને બિલ પર શાસક પક્ષ અને વિપક્ષના ધારાસભ્‍યો દ્વારા ચર્ચા અને મંતવ્‍યો રજૂ કરવામાં આવશે

ગાંધીનગર, તા.૯: ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના બીજા દિવસે આજે બે મહત્‍વપૂર્ણ બિલો ગળહમાં રજૂ કરવામાં આવી રહયા છે.

 તેમાં ગુજરાત જન વિશ્વાસ (જોગવાઈઓનો સુધારો) બિલ, ૨૦૨૫ અને ગુજરાત માલ અને સેવા કર (બીજો સુધારો) બિલ, ૨૦૨૫નો સમાવેશ થાય છે. આ બંને બિલ પર શાસક પક્ષ અને વિપક્ષના ધારાસભ્‍યો દ્વારા ચર્ચા અને મંતવ્‍યો રજૂ કરવામાં આવશે.

જનવિશ્વાસ બિલનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય નાના ગુનાઓને અપરાધમુક્‍ત કરી જેલની સજાની જોગવાઈઓને નાણાકીય દંડમાં ફેરવવાનો છે. આ પગલાથી નાગરિકો તથા ઉદ્યોગો ઉપરના કાનૂની ભારણમાં રાહત મળશે અને કોર્ટોમાં કેસોના ઢગલા ઓછા થશે.

આ બિલ હેઠળ કુલ ૧૧ કાયદાઓમાં સુધારો કરાશે. જેમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ કાયદો, શ્રમ કલ્‍યાણ ભંડોળ કાયદો, નગરપાલિકા કાયદો, એપીએમસી કાયદો સહિતના મહત્‍વના કાયદાઓનો સમાવેશ થાય છે. આ કાયદાઓમાં નક્કી કરાયેલા અંદાજે ૫૦૦ જેટલા નાના ગુનાઓ માટે હાલની જેલની સજાની જોગવાઈ દૂર કરીને દંડની જોગવાઈ લાવવામાં આવશે.

સરકારના જણાવ્‍યા મુજબ, હવે અનધિકળત બાંધકામ, જાહેર જગ્‍યા પર દબાણ કરવું, ટેક્‍સ ચૂકવણીમાં ડિફોલ્‍ટ, કચરો નિકાલ ન કરવો જેવા ગુનાઓ માટે જેલની સજા નહીં થાય, પરંતુ દંડ વસૂલાશે. આ સાથે મ્‍યુનિસિપલ પરવાનગી વિના ગટરનું પાણી છોડવું, ડેરી ઉત્‍પાદનો લાઇસન્‍સ વિના વેચાણ, મ્‍યુનિસિપલ આદેશોનું ઉલ્લંઘન જેવા નાના ગુનાઓનો પણ સમાવેશ કરાયો છે.

બિલમાં ખાસ કરીને કેટલાક સામાજિક મુદ્દાઓને લગતા ગુનાઓનો પણ ઉલ્લેખ છે. જેમ કે યાત્રાળુઓને ગેરકાયદેસર બિલ્‍ડિંગમાં રાખવા, શેરીઓના નામ બદલવા, અધિકળત કર્મચારીઓને પરિસરમાં પ્રવેશતા અટકાવવું વગેરે ગુનાઓ માટે હવે જેલની સજાની જગ્‍યાએ દંડનો પ્રાવધાન રહેશે. એટલું જ નહીં, વેશ્‍યાવળત્તિના હેતુસર ફરવા બદલ થતી જેલની સજાને પણ હવે દંડમાં પરિવર્તિત કરવામાં આવશે.

આનાથી સામાન્‍ય નાગરિકોને કાનૂની જાળમાં સપડાવાનું જોખમ ઓછું થશે તેમજ સરકાર અને નાગરિકો વચ્‍ચેની વિવાદિત સ્‍થિતિમાં ઘટાડો થશે. રાજ્‍ય સરકારનો દાવો છે કે આ સુધારા માત્ર કાનૂની પ્રક્રિયા સરળ બનાવશે જ નહીં, પરંતુ ન્‍યાયાલય પરનો ભાર પણ ઘટાડી શકશે.

ગળહમાં રજૂ થયેલા દસ્‍તાવેજો મુજબ, આ સુધારાઓથી જુના કડક નિયમો હળવા થશે અને વધુ વ્‍યવહારુ દૃષ્ટિકોણ અપનાવવામાં આવશે. આ સુધારાઓનો અસરક્ષેત્ર ગુજરાત મ્‍યુનિસિપાલિટીઝ એક્‍ટ, ગુજરાત ટાઉન પ્‍લાનિંગ અને અર્બન ડેવલપમેન્‍ટ એક્‍ટ, ગુજરાત એગ્રીકલ્‍ચરલ પ્રોડ્‍યુસ માર્કેટિંગ એક્‍ટ સહિતના મહત્‍વના કાયદાઓ સુધી પહોંચશે.

બીજી તરફ, આજે ગળહમાં જીએસટી સુધારા બિલ પણ રજૂ થશે. આ બિલ કેન્‍દ્ર સરકારના ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ કાઉન્‍સિલની ભલામણો અનુસાર રાજ્‍યના કાયદાને કેન્‍દ્રીય જીએસટી અધિનિયમ, ૨૦૧૭ સાથે સુસંગત બનાવવા માટે લાવવામાં આવ્‍યું છે. આથી રાજ્‍યમાં જીએસટી સંબંધિત નિયમોમાં એકરૂપતા જાળવાશે અને વ્‍યવસાયિક તંત્રને સહેજતા મળશે.

કુલ મળીને, આજે ગળહમાં રજૂ થનાર બંને બિલો આગામી દિવસોમાં રાજ્‍યની નીતિઓ, ઉદ્યોગો અને સામાન્‍ય નાગરિકોના જીવન પર સીધી અસર કરશે. ખાસ કરીને જનવિશ્વાસ બિલ રાજ્‍યના કાનૂની માળખામાં ઐતિહાસિક ફેરફાર ગણાશે.(૨૩.૨૨)

 

(3:15 PM IST)