<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

મુંબઈ અમદાવાદ હાઈવે ઉપર વડોદરાની આસપાસ તમામ બ્રિજો પર કે તેની આસપાસ મોટા ખાડા પડી ગયા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા : આજે ફરી એકવાર સાત કિલોમીટરનો જામ

વાહનોની લાઈનો લાગતા પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમો બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો

વડોદરા તા.૯:વડોદરા નજીકના લગભગ તમામ હાઇવે ઉપર ટ્રાફિક વ્યવસ્થા પડી ભાંગી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેને કારણે આજે ફરી એકવાર સાત કિલોમીટરનો જામ થયો હતો. મુંબઈ અમદાવાદ હાઈવે ઉપર વડોદરાની આસપાસ તમામ બ્રિજો પર કે તેની આસપાસ મોટા ખાડા પડી ગયા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. વડોદરા કરજણ વચ્ચેની રોજની ટ્રાફિક સમસ્યા હજી ઉકેલાઈ નથી ત્યાં જુદા જુદા બ્રિજ પર ટ્રાફિક જામ થવા માંડ્યા છે. જેથી વડોદરાથી પસાર થનાર વાહનચાલકોમાં એક ગભરાટ થઈ રહ્યો છે.આજે ગોલ્ડન ચોકડીથી દુમાડ ચોકડી વચ્ચે લગભગ પાંચથી સાત કિલોમીટરના રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેને કારણે દોઢથી બે કલાક સુધી લોકો અટવાયા હતા. ટ્રાફિક જામ થવાનું મુખ્ય કારણ મોટા ખાડા પડી જવાને કારણે છે. પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમો બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

(4:23 PM IST)