<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

રાજ્યમાં વરસાદ વિરામ લીધો: સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો

સિઝનનો સરેરાશ 107.72 ટકા વરસાદ વરસ્યો છતાં 10 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ: માછીમારોને 13 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવાની સૂચના

અમદાવાદ :ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હતું. આજે રાજ્યમાં વરસાદ વિરામ લીધો હોય તેમ સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર પાંચ તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. નખત્રાણામાં 1.18 ઇંચ વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં સિઝનનો સરેરાશ 107.72 ટકા વરસાદ વરસ્યો છે, છતાં 10 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને 13 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી હતી.

મધ્યમાં 110.10 ટકા અને સૌરાષ્ટ્રમાં 93.36 ટકા વરસાદ વરસ્યો છે. નર્મદા ડેમ 90.84 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના 206 જળાશયોમાં 87.47 ટકા જળસંગ્રહ છે.

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરના કારણે 104 ડેમ 100 ટકા ભરાયેલા છે, જ્યારે 137 ડેમ હાઈ એલર્ટ પર છે. 65 ડેમ 70 થી 100 ટકા, 17 ડેમ 50 થી 70 ટકા અને 10 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. જ્યારે 20 ડેમ એલર્ટ અને 12 ડેમ વોર્નિંગ પર છે.

 

રાજ્યમાં પંચાયત હસ્તકના 236 સહિત કુલ 286 રોડ રસ્તા વરસાદના કારણે બંધ છે. પાલનપુરમાં 35, કચ્છમાં 31, મહેસાણામાં 5, પાટણમાં 2 અને અમદાવાદના 1 રૂટ પર મળી જીએસઆરટીસીના 74 રૂટ બંધ છે

(9:25 PM IST)