તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th September 2025
YMCA પાસે નિર્માણાધીન ફ્લાયઓવર પરથી એંગલ પડતાં બેને ઈજા
અમદાવાદમાં SG હાઇવની ઘટનાઃ આ ઘટનામાં એક દંપતિને ઇજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

અમદાવાદ,તા.૯
અમદાવાદના શહેરના વ્યસ્ત એવા જીય્ હાઇવે પર રૃસ્ઝ્રછ સર્કલ પાસે નિર્માણાધીન ફ્લાયઓવર પરથી લોખંડની એન્ગલ પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના આજે પીક અવર્સ દરમિયાન બની હતી, જેના કારણે હાઇવે પર ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો. આ ઘટનામાં એક દંપતિને ઇજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક અહેવાલો અનુસાર અમદાવાદના સરખેજમાં નિર્માણાધીન બ્રિજ પરથી લોખંડની પાઈપ કે જાળી પડતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં બ્રિજનો કોઈ ભાગ ધરાશાયી થયો નથી. જોકે, ચાલી રહેલા બાંધકામ દરમિયાન બ્રિજ પરથી એક લોખંડની પાઈપ ( લોખંડની એન્ગલ) નીચે પડી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક મોટરસાયકલ પર સવાર બે લોકોને ઈજા પહોંચી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, ઇજાગ્રસ્ત થયેલા દંપતીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે. આ ઘટના બાદ બ્રિજ પાસેથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ માટે સલામતીના પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે. આ અંગે વધુ વિગતો તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
