તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th September 2025
છેલ્લા દોઢ વર્ષથી મનરેગા યોજનામા નોંધાયેલ જોબકાર્ડ હોલ્ડરો રોજગારી મેળવવાથી વંચિત..!!
મનરેગા યોજના 60/40 ના રેશિયોથી શરૂ કરવા ઇ.ટેન્ડરિંગ બંધ કરવા સરપંચોની રજૂઆત: નર્મદા જીલ્લાના ડેડીયાપાડાના સુચિત સરપંચ સંગઠને મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલ આવેદનપત્ર ડેડીયાપાડા પ્રાંત અધિકારીને પાઠવ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજ્ય સરકારે મનરેગા યોજના માટે ટેન્ડરિંગ ની કામગીરી હાથ ધરી હોય તેમજ 60/ 40 ના રેશિયો પ્રમાણે મનરેગા યોજનાના લેબરના કામો શરૂ કરાવવા તથા ઇ-ટેન્ડરીંગ પ્રકીયા રદ કરવા, અન્ય યોજનાના વિકાસના કામો ગામ પંચાયતોને ફાળવવા અને પ્રધાનમંત્રી આવાસ યોજના રી સર્વે ખુલ્લુ મુકવાની માગણી સાથે આજરોજ ડેડીયાપાડા ના સુચિત સરપંચ સંગઠને મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલ આવેદનપત્ર ડેડીયાપાડા પ્રાંત અધિકારીને પાઠવ્યું હતું. જેમા છેલ્લા દોઢ વર્ષથી આદિવાસી સમાજની વસ્તી ધરાવતા ડેડીયાપાડા તાલુકાના મનરેગા યોજનાના જોબ કાર્ડ હોલ્ડર રોજગારી મેળવવાથી વંચિત રહ્યા હોવાનો ધડાકો કર્યો છે.
આવેદનપત્રમા જણાવ્યા અનુસાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી અધિનિયમ-૨૦૦૫, સામુહિક વિકાસના કામો કુલ(૧૦૫) અને વ્યકતિગત વિકાસના 1 કામ કુલ(૪૬) જેટલા મનરેગા યોજના હેઠળ કામો આવરી લેવામાં આવેલ છે. અને એક કુટુંબને 100 દિવસની રોજગારી પુરી પાડવા ની ગેરન્ટી એકટ હોવા છતા નર્મદા જીલ્લાના દેડીયાપાડા તાલુકામા છેલ્લા દોઢ વર્ષથી જોબકાર્ડ હોલ્ડોરોને લેબર કામ મળતુ નથી. જેનું મુખ્ય કારણ છે. મટેરીયલ લક્ષી વિકાસના કામો, માલસામન પુરુ પાડવા ઇ-ટેન્ડરીંગ પ્રક્રીયા હાથ ધરવામાં આવે છે જેમાં વિલંબ થવા ના કારણે તથા જીલ્લા તાલુકા લેવલે ચુટાયેલા પ્રતીનિધીઓના મનભેદ મતભેદ ના કારણે મનરેગા યોજના ખુબજ મંદગતી એ ચાલી રહેલ છે. શ્રમિકો માટે દેડીયાપાડા તાલુકા માં મનરેગા યોજના આશીર્વાદ સમાન છે. પરંતુ ઇ-ટેન્ડરીંગ પ્રકીયામા વિલંબ થવા ના કારણે શિકયુર સિસ્ટમ નહિ ખૂલવાથી વહિવટી મંજુરી સમયસર મળતી નથી વહિવટી મંજુરી સમયસર નહી મળવા ના કારણે ગ્રામ પંચાયતો ને માગણી પ્રમાણે લેબર કામ મળતુ નથી. અને જ્યાર થી મનરેગા યોજનામાં માલસામન પુરુ પાડવા ઇ-ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. ત્યારથી જોબકાર્ડ હોલ્ડોરોની રોજગારી છીનવાઇ રહેલ છે. અને જ્યારે ભુતકાળમાં માલસામન પુરુ પાડવા માટે આવી કોઇ ઇ-ટેન્ડરીંગ પ્રક્રિયા નહિ હોવાથી અને અમલીકરણ એજન્સી ગામ પંચાયત હોઇ જે ગ્રામ પંચાયતે મંગાવેલ ભાવપત્રક મંજુર કરવામા આવતા હતા. અને વિકાસલક્ષી કામો કરવામાં આવતા જેથી જે તે સમયે ગેરરીતી જેવા બનાવો બનવા પામેલ નથી, મનરેગા યોજનામાં માલસામન પુરુ પાડવા ઇ-ટેન્ડરીંગ પક્રિયા શરૂ કરવામાં આવેલ છે. ત્યારથી લેબરને લગતા કામોમા અને મટેરીયલ વિકાસના કામોમાં વરોધ ઉભા થતા આવેલ છે. ગુજરાત રાજયમાં દેડીયાપાડા તાલુકો અતિ પછાત જીલ્લામાં આવતો તાલુકો છે. અહિં દેડીયાપાડા તાલુકામા રોજગારી માટે ગ્રુહઉધોગ, જી.આઈ.ડી.સી. કે ઉધોગો આવેલ નથી. કુશળ અર્ધકુશળ શ્રમિકો બિનપિયત અને ચોમાસા આધારીત ખેતી કરી જીવન ગુજરાન ચલાવતા આવેલ છે. જે જીવન નીરવાહ કરવા પુરતું સિમીત નથી. મનરેગા યોજના હેઠળ જોબકાર્ડ ધારોકો ને રોજગારી નહિ મળવાથી શ્રમિકો રોજગારી માટે શહેર તરફ સ્થાળાન્તર કરી રહેલ છે. જ્યા અમારા શ્રમિકો ને આર્થિક અને અન્ય રીતે શોષણ કરવામા આવે છે. જેથી શહેરીકરણ તરફ શ્રમિક વર્ગનું સ્થાળાન્તર અટકાવા માટે અને સ્થાનીક લેવલે દરેક ગ્રામ્યકક્ષા એ જોબકાર્ડ ધારોકો ને રોજગારી મળી રહે એ ઉદેશ થી આગળ નુ ઘટતુ કરવા અને માલસામન પુરુ પાડવા ઇ-ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરવામા આવી છે. જે સદંતર રદ કરી. અમલીકરણ એજન્શી ગ્રામ પંચાયત હોઇ ગ્રામ પંચાયતે મંગાવેલ ભાવપત્રક ગ્રાહ્ય રાખવા આપ મ સાહેબશ્રીના કક્ષાએથી આદેશ કરવા વિનંતી કરીએ છીએ. જેથી પારદર્શીત વિકાસના કામો કરી શકાય. દેડીયાપાડા તાલુકા મા મનરેગા યોજના હેઠળ જોબકાર્ડ ધારોકોના માંગણી કર્યાના ૧૫ દિવસની અંદર લેબર કામ મંજુર નહિ કરવામા આવે તો ગેરન્ટી એકટ જોગવાઇ મુજબ ૧૫ દિવસમા કામ- ૧૫ દિવસમા કામનુ વેતન- ૧૫ દિવસમાં બેરોજગારી ભથ્થુ નહી તો કંપનશેસન- ૧૫ દિવસમા કામનુ વેતન નહી તો કંપનશેસન- ૧૫ દિવસમાં કામ નહી તો બેરોજગારી મુજબ અમો તમામ ગ્રામ પંચાયત જોબકાર્ડ ધારોકોને બેકારીભથ્થુ ચુકવવા માટે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરિશુ. તો આપ માનનીય સાહેબ આગળ ની કાર્યવાહી માટે ઘટતુ કરવા ભલામણ કરશો ની અરજ મુખ્યમંત્રી ને ઉચ્ચારી છે.
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણા અને ગામ વિકાસ વિભાગના આમુખ મા વંચાણે લીધેલ પરિપત્ર ને લગતા રૂ ૨.૦૦ લાખ સુધીની રકમના વિકાસના કામો વિના ટેન્ડરે સબંધિત ગ્રામ પંચાયત મારફતે ક્રમાંક: (૧) અને ત્યાર પછી ક્રમાંક (૨) ના સુધારાથી જીલ્લા તાલુકાપંચાયતો દ્વારા ગ્રામ પંચાયતોને કરવા માટેની સુચનાઓ હાલ અમલી છે.
આ સુચનાઓ સને ૧૯૯૨-૯૩ થી અમલી છે ત્યારબાદ બજારમાં માલસામાન- સીમેન્ટ, લોખંડ, ઇટ તથા મંજુરી ના ભાવોમાં થયેલ ભાવ વધારાને ધ્યાને લઇ, આમુખમાં વંચાણે લીધે ક્રમ-(૧) અને (૨) થી નક્કી કરેલ રૂ ૨.૦૦ લાખની મર્યાદામાં વધારો કરવો અત્યંત જરૂરી બનેલ હોઇ હાલની રૂ.૨.૦૦ લાખની મર્યાદા વધારીને રૂ.પ.૦૦ લાખ કરવાનું નક્કી કરવામાં આવે છે. આ અંગેની અન્ય શરતો જોગવાઇઓ તા. ૨૪-૦૯-૧૯૯૧ના વખતો વખત સુધારેલા પરિપત્રમાં નક્કી કર્યા મુજબની રહેશે.
આ સુધારા પરિપત્ર આ વિભાગની સરખા ક્રમાડની ફાઇલ પર નાણા વિભાગની તા ૨૨-૦૮-૨૦૧૨ ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવેલ છે.ગુજરાતના રાજ્યપાલ ના હુકમથી સમગ્ર કાર્યવાહી થયેલ છે.
આમ ઉપર જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકાર ના પરીપત્ર મુજબ ગ્રામ પંચાયતોને રૂ.૫.૦૦ લાખ સુધી ના વિકાસના કામો સિધા મળવા પાત્ર સુધારો કરવામા આવેલ છે તો મનરેગા યોજના હોઇ કે અન્ય કોઇ પણ યોજનાના વિકાસના કામો સિધા ગ્રામ પંચાયતને વર્ક ઓડર આપવામાં આવે એવી લાગણી સાથે માંગણી કરીએ છે.
આ ઉપરાંત દેડીયાપાડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સન ૨૦૨૫-૨૬ મા આવાસ પ્લસસોફટથી સર્વે કરવામાં આવ્યુ છે. પરંતુ સર્વે કર્યા પછી આવાસ પ્લસસોફટમા ટેકનિકલ એરર ના કારણે ખરેખર મળવા પાત્ર લાભાર્થી ના નામ બતાવતું નથી. જેથી આવાસ મળવા પાત્ર લાભાર્થીઓ વંચીત રહિ જાઇ છે.
પંચાયત કક્ષાએ પ્રધાનમંત્રી આવાસ થી વંચીત લાભાર્થીઓ દ્વારા આવાસો ની માંગણી કરવામાં આવે છે. જે ગ્રામ પંચાયત કક્ષા એ તપાસ કરી યાદી તૈયાર કરવામાં આવેલ છે. આથી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગર, ને દરખાસ્ત કરીએ છીએ કે પ્રધાનમંત્રી આવાસ પ્લસ સોફ્ટ રી-સર્વે કરવા માટે ખુલ્લુ મુકવામાં આવે આવી માંગણી સાથે નું આવેદનપત્ર મુખ્યમંત્રી ને ઉદ્દેશી ને લખાયેલ હતું જે આજરોજ ડેડીયાપાડા પ્રાંત અધિકારી ને આપવામાં આવ્યું હતું.
સૂચિત સરપંચ સંગઠન દેડીયાપાડા દ્વારા અપાયેલ આવેદનપત્ર ડો. કુબેરભાઈ ડીંડોર, માનનીય કેબીનેટ કક્ષા મંત્રી, આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર , કુંવરજીભાઈ હળપતિ મંત્રી આદિજાતિ વિભાગ ગુજરાત સરકાર, બચુભાઇ ખાબડ રાજયકક્ષા મંત્રી પંચાયત વિભાગ ગુજરાત, રાજય સરકારના મુખ્ય સચિવ, નર્મદા જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી નર્મદા, જગદીશભાઈ સોની તાલુકા વિકાસ અધિકારી દેડીયાપાડા, મનસુખભાઈ વસાવા ભરૂચ લોકસભા સાંસદ, ચૈતરભાઇ ડી વસાવા ધારાસભ્ય દેડીયાપાડા સહિત નાઓને પણ આપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
