<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

સાગબારાના નાલ ગામે નદી ઓળંગતા આધેડ પાણીના વ્હેણમાં તણાઈ જતા મોત

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે બંને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું સાથે અને નદી, નાળા છલકાઈ ગયા હોય કેટલાક બાળકો અને માણસો તણાઈ જવાની ઘટના સામે આવી હતી જેમાં હાલમાં એક આધેડ વ્યક્તિ પણ નાલ ગામની નદીના પાણીમાં તણાઈ જતા મોત થયું છે

    મળતી વિગતો અનુસાર મરનાર માધવભાઈ ફુલજીભાઈ વલવી (ઉવ.૬૮)( રહે.નાલ, ઈટવાઈ ફળીયુ, તા.સાગબારા, જીલ્લો-નર્મદા )નાઓ ગઈ તા.૦૬/૦૯/૨૦૨૫ના રોજ સાંજના આશરે સાડા ચાર વાગ્યાથી તા.૦૮/૦૯/૨૦૨૫ના કલાક:૧૦/૩૦ વાગ્યા દરમ્યાન કોઈ પણ સમય દરમ્યાન તેમના ખેતરે પગદંડી રસ્તે ચાલતા જતા હતા તે વખતે રસ્તામાં નદી ઓળંગતા અચાનક નદીનો પાણીનો પ્રવાહ વધી જતા પાણીમાં તણાઈ જતા નદીના વહેણમાં પડી જતા પાણીમાં ડુબી જવાથી તેમનું મોત થતા સાગબારા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(10:30 PM IST)