<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

નેપાળમાં 80 થી 90 ગુજરાતી પ્રવાસી ફસાયા : ભારતીય દૂતાવાસના 2 ટેલિફોન નંબર જાહેર

મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સીએમ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં

નેપાળમાં અંદાજે 80 થી 90 ગુજરાતી પ્રવાસીઓ ફસાયા છે. આ અંગેની જાણ થતા જ મુખ્ય પ્રધાન  ભુપેન્દ્રભાઈ પટેલે  પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સીએમ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં રહ્યાં છે. વિદેશ વિભાગ તેમજ નેપાલ સ્થિત ભારતીય એમ્બેસી સાથે રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે. હાલ તમામ ગુજરાતીઓ સલામત સ્થળે હોવાનુ સામે આવ્યું છે.

સી એમ ભપેન્દ્રભાઈ  પટેલે આ અંગે સોશિયલ મીડિયા પર આપી માહિતી શેર કરી હતી.

હાલ નેપાળમાં સ્થિત ભારતના નાગરિકોને કોઈપણ પ્રકારની ઈમર્જન્સીની પરિસ્થિતિમાં કે કોઈ મદદની જરૂર હોય તેવા કિસ્સામાં કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.

‪+977 – 980 860 2881‬

‪+977 – 981 032 6134‬

 

(11:06 PM IST)