<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

પાટણ જિલ્લામાં અલગ અલગ ઘટનામાં પાણીમાં ડૂબી જવાથી 5ના મોત : હજુ પણ 4 લોકોની શોધખોળ ચાલુ

સિધ્ધપુરમાં 3 ના મોત થયા તો સાંતલપુરના નળિયામાં ડૂબવાથી 2 ના મોત થયા

અમદાવાદ : રાજયમાં અનેક જિલ્લામાં ધોધમાર વરાસાદ વરસી રહયૉ છે . પાટણ જિલ્લામાં અલગ અલગ ઘટનામાં પાણીમાં ડૂબી જવાથી 5ના મોત થયા છે. જ્યારે હજુ પણ 4 લોકોની શોધખોળ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં પાટણ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ડૂબી જવાની કુલ 4 ઘટના બની છે. જેમાં 5 લોકોના મોત થયા છે. જો કે, આ 4 ઘટનામાં હજુ પણ 4 લોકોને શોધવાની કામગીરી ચાલુ છે. સિધ્ધપુરમાં 3 ના મોત થયા છે તો સાંતલપુરના નળિયામાં ડૂબવાથી 2 ના મોત થયા છે.

(11:18 PM IST)