તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th September 2025
પાટણના સાંતલપુરમાં નદીમાં નહાવા ગયે કુલ 12 યુવકો 5 લોકોના મોત : અન્યની શોધખોળ :SDRFની ટીમ મદદે
SDRF ની ટીમમાં રહેલા 26 લોકોની ટીમ દ્વારા અલગ અલગ સ્થળે શોધખોળ :એક યુવાનનું વધારે પાણી પી જવાનાં કારણે 108 દ્વારા સારવાર માટે ખસેડાય તે પહેલા જ મૃત્યુ પામ્યો

પાટણના સાંતલપુર તાલુકામાં બે અલગ અલગ ગામમાં નદીમાં નહાવા ગયેલા કુલ 12 યુવકો ડૂબ્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં નળિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાં 9 યુવકો ડૂબ્યા છે, જે પૈકી 4 ને બચાવી લેવાયા છે. જ્યારે બે યુવકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 3 હજી પણ ગુમ છે જેની શોધખોળ ચાલી રહી છે. જ્યારે રણમલપુરા ગામ નજીકની નદીમાં ત્રણ યુવાનો ડૂબતા બેને બચાવી લેવાયા છે જ્યારે એક ગુમ છે
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર આજે બપોરે મિત્રોનું એક ગ્રુપ ખારી નદીમાં નહાવા માટે પડ્યું હતું. જો કે નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા નવ યુવકો તણાયા હતા. જો કે સ્થાનિક લોકોએ પાંચ યુવકોને પડીને બચાવી લીધા હતા. પરંતુ તે પૈકી પણ એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેના પગલે તેનો મૃતદેહ વારાહી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો ઘટના અંગે માહિતી મળતા જ સમગ્ર વહીવટી અને પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. ગુમ થયેલા યુવકોને શોધવા માટે SDRF ની ટીમની મદદ લેવામાં આવી હતી SDRFની ટીમ દ્વારા શોધખોળ આદરવામાં આવી છે. દરમિયાન વધારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે હજી પણ 3 યુવકો ગુમ છે. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળે હાજર છે. સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નાનકડા ગામમાં દુર્ઘટના સર્જાતા સમગ્ર વિસ્તાર શોકગ્રસ્ત છે.
વારાહીના મામલતદાર દિનેશ પંડયાના જણાવ્યા અનુસાર કુલ 9 યુવકો હતા. સ્થાનિકોએ 5ને બચાવી લીધા હતા. જો કે હજી પણ 4 ગુમ છે. જેને જેને SDRFની ટીમ શોધી રહી છે. SDRF ની ટીમમાં રહેલા 26 લોકોની ટીમ અલગ અલગ સ્થળે શોધખોળ કરી રહી છે. આ ઉપરાંત એક યુવાનનું વધારે પાણી પી જવાનાં કારણે 108 દ્વારા સારવાર માટે ખસેડાય તે પહેલા જ મૃત્યુ પામ્યો હતો.
બીજી તરફ સાંતલપુરના રણમલપુરા ગામે નદીમાં નહાવા ગયેલા ત્રણ યુવાનો ડૂબ્યા હતા. જેમાં રાજુસરા ગામના સ્થાનિક તરવૈયાઓની મદદથી બે યુવકોને બચાવી લેવાયા હતા. જ્યારે એક યુવાનની શોધખોળ ચાલુ છે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
