<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

અમદાવાદના એસ. જી. હાઈવે પર નિર્માણાધીન બ્રિજનો એંગલ તૂટી પડતા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત

બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

અમદાવાદના એસ. જી. હાઈવે પર આજે સવારે નિર્માણાધીન બ્રિજનો એંગલ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ. એંગલ તૂટી પડતા રોડ પરથી પસાર થઈ રહેલા બે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાના સમયે તૂટેલો એંગલ હજી પણ લટકતી હાલતમાં છે, જેના કારણે અત્રે ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં બ્રિજ બનાવતી કંપનીના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે.

 


 

(12:45 AM IST)