News of Wednesday, 10th September 2025
ગાંધીનગરમાં જળ સંચાલન ટેકનોલોજી વિષયે રાષ્ટ્રીય ફેકલ્ટી વિકાસ કાર્યક્રમ

ગાંધીનગરઃ પંડિત દિનદયાળ ઉર્જા યુનિવર્સિટી (પીડીઈયુ) ખાતે ‘‘જળ સંચાલન માટેની નવિન અને ટકાઉ ટેકનોલોજીઃ ટ્રેન્ડ્સ અને ભવિષ્યના પરિપ્રેક્ષ્યો'' વિષય પર પાંચ દિવસીય રાષ્ટ્રીય ફેકલ્ટી વિકાસ કાર્યક્રમ (એફડીપી)નું ઉદ્ઘાટન સમારોહ આયોજીત કરવામાં આવ્યું. આ કાર્યક્રમ એઆઈસીટીઈ ટ્રેનિંગ એન્ડ લર્નિંગ એકેડેમી (એટીએએલ) અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) સહયોગથી આયોજિત કરવામાં આવેલ. આ પ્રસંગે પીડીઈયુના ટેકનોલોજી સ્કૂલના ડાયરેક્ટર પ્રોફેસર અનિર્બિદ, ડો.રાજેશ પટેલ, (મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના વડા અને સ્કૂલ ઓફ એનર્જી એન્ડ ટેકનોલોજીના ડાયરેક્ટર ઈનચાર્જ), ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના વડા ડો.અમિત સંતએ પ્રાસંગિક ઉદ્બોધન કરેલ. કાર્યક્રમના સહ-સંયોજક ડો.વિમા માલીએ આભાર પ્રદર્શન કરેલ. (તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
