<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

ઉદ્યોગમંત્રીના પ્રવચન વખતે વિભાગના અધિકારીઓ ગેરહાજર

હાજર રાખવા અધ્‍યક્ષની બળવંતસિંહને ટકોર

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર, તા. ૯ :  આજે ગૃહમાં રાજયના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત જયારે કારખાનાના કામદારોમાં સમય વધારવા બાબત પર બોલતા હતા ત્‍યારે ઉદ્યોગ વિભાગના અધિકારીઓ ગૃહમાં અધિકારી દીર્ધામાં હાજર ન હતા. આ બાબત વિધાનસભાના અધ્‍યક્ષને ધ્‍યાને આવતા અધ્‍યક્ષે મંત્રીશ્રીને બોલતા અટકાવી ટકોર કરી હતી આપના વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત નથી તો તેમને તાત્‍કાલીક હાજર થવા સૂચના આપો. (૯.રર)

(2:01 PM IST)