તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 10th September 2025
અમૂલ ડેરીની 9 બેઠકો પર ચૂંટણી શરૂ : 11 વાગ્યા સુધીમાં 37.94 ટકા મતદાન
સવારે 9થી 11 વાગ્યા સુધીમાં 833માંથી 316 મતદાતાઓએ મત આપ્યો: બપોરે 3 વાગ્યા સુધી મતદાન કરી શકાશે

અમદાવાદ :આજે અમૂલ ડેરીની 9 બેઠકો પર ચૂંટણી હાથ ધરવામાં આવી છે. સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બપોરે 3 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. હાલ શાંતિપૂર્ણ રીતે મતદાન કરવામાં આવી રહ્યું છે. મતદાન કરવા લાંબી કતાર જોવા મળી છે. આજે સવારે 9થી 11 વાગ્યા સુધીમાં 833માંથી 316 મતદાતાઓએ મત આપ્યો છે. આ બે કલાક દરમિયાન 37.94 ટકા મતદાન થયું છે.
મતદાર વિભાગકુલ મતદારોથયેલ મતદાન(સવારે 9થી 11 વાગ્યા સુધી)ટકાવારી (સવારે 9થી 11 વાગ્યા સુધી)1-આણંદ1106458.182-ખંભાત1056158.13-બોરસદ934447.314-પેટલાદ895966.297-કઠલાલ1041615.388- કપડવંજ1123329.4610- માતર902527.7811- નડિયાદ107109.35વ્યક્તિગત સભાસદ23417.39કુલ83331637.94
અમુલ ચૂંટણી અધિકારી અને આણંદ પ્રાંત અધિકારીએ જણાવ્યું છેકે, આજ રોજ તારીખ 10 સપ્ટેમ્બરના દિવસે અમુલ નિયામક મંડળની ચૂંટણી માટેની વોટિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કુલ આઠ બ્લોક તથા એક વ્યક્તિગત સભાસદનો બ્લોક એમ કરીને કુલ નવ બ્લોકમાં હાલ વોટિંગની પ્રક્રિયા શરૂ છે. સવારે 9 વાગ્યાથી વોટિંગની પ્રક્રિયા શરૂ કરેલ છે અને બપોરે 3 વાગ્યા સુધી સદર પ્રક્રિયા ચાલુ રહેનાર છે. દરેકે દરેક મતદારને વ્યવસ્થા વ્યવસ્થાના ભાગરૂપે તેમને પોતાના મતદાન મથકનું દિશા ચિન્હ મળી રહે તથા તેઓને અન્ય સુવિધાઓ મળી રહે તે બાબતો સુનિશ્ચિત કરવામાં આવેલી છે.
આણંદ અમૂલ ડેરીના નિયામક મંડળની 12 બઠેક અને એક વ્યક્તિગત મળીને 13 બેઠકોની ચૂંટણી યોજાવાની હતી. ત્યારે અગાઉ ઠાસરા, બાલાસિનોર, મહેમદાવાદ અને વિરપુર ભાજપે બિનહરીફ જીતી લીધી છે. આણંદ અને ખેડા જિલ્લાની 8 બેઠકો તેમજ એક વ્યક્તિગત મળીને કુલ 9 બેઠકો ઉપર આજે ચૂંટણી યોજાઇ રહી છે. અમૂલ ડેરીની અંદર તમામ 9 બેઠકો માટે 9 મતદાન કેન્દ્રો તૈયાર કરાયા છે. સવારે 9થી બપોરે 3 કલાક સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.
આણંદના ડેપ્યુટી કલેક્ટર અને ચૂંટણી અધિકારી મયુર પટેલે જણાવ્યું હતું કે, દરેક બેઠક દીઠ મતદાન કેન્દ્ર બનાવાયા છે. તમામ ઉમેદવારને પોતાનું મતદાન કેન્દ્ર કઈ જગ્યાએ છે તે બાબતે સૂચનો અને માર્ગદર્શન પણ મતદાનના દિવસે આપવામાં આવશે. મતદારોને અનુકુળતા રહે તે માટે અમૂલ ડેરી વિવિધ સ્થળોએ દિશાસૂચક બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. મતદારો સવારે 9થી બપોરે 3 કલાક સુધી જ મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાન માટે અમૂલ ડેરી તરફથી આપવામાં આવેલા ફોટો ઓળખકાર્ડ ઉપરાંત આધારકાર્ડ, પાસપોર્ટ, પાનકાર્ડ સહિત પાંચ દસ્તાવેજ પણ માન્ય રાખવામાં આવશે.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
