<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

વિધાનસભામાં તૈલ ચિત્ર રૂપે વિજયભાઇને શ્રધ્‍ધાંજલીઃ હેલ્‍મેટના નિર્ણયને આવકારતા ગોવિંદભાઇ પટેલ

 

રાજકોટઃ ગુજરાત વિધાનસભા પરિસરમાં પુર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના તૈલ ચિત્રની અનાવરણ વિધિ તેમજ હેલ્‍મેટ અંગે સર્વગ્રાહી નિર્ણય કરવા બદલ રાજય સરકારનો આભાર માનતા પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઇ પટેલે જણાવ્‍યું હતું કે કાયદાનું પાલન કરવું એ પ્રત્‍યેક નાગરિકની ફરજ અને જવાબદારી છે, પરંતુ  કાયદો જડ ન હોઇ શકે કાયદો સર્વગ્રાહી અને વ્‍યવહારૂ હોવો જોઇએ જે કોઇ કાનુન બને છે. તે જનતાના હિતમાં જ હોય છે અને જનતા તેનો સ્‍વીકાર પણ હસ્‍તા મુખે કરે છે.પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને તેના જીવન અને કાર્યને અનુરૂપ શ્રધ્‍ધાંજલી તેમજ વિધાનસભા પરિસરમાં તેમને યોગ્‍ય સ્‍થાન આપવા માટે અને હેલ્‍મેટ અંગેના નિર્ણયને આવકારૂ છું.

(2:09 PM IST)