<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

ધારાસભામાં તડાફડી : ઉમેશ મકવાણાએ વિધેયકની નકલ ફાડી

કારખાનાના કામદારોના કામના કલાકોમાં વધારો કરવાના બીલની ચર્ચા વખતે ‘આપ'ના ધારાસભ્‍યનો આક્રોશ : અધ્‍યક્ષનો ઠપકો : ગોપાલ ઇટાલિયા બોલતા હતા ત્‍યારે કાંતિભાઇ અમૃતિયા બે વખત અકળાઇને ઉભા થતા બન્ને વચ્‍ચે શાબ્‍દિક ટપાટપી

 (અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૦ :  આજે વિધાનસભા ગૃહમાં કારખાનાઓમાં કામ કરતા કામદારોના સમયમાં વધારો કરવાના બીલ (વિધેયક) પર ચર્ચા કરતા જીજ્ઞેશ મેવાણીએ વિસ્‍તૃત ચર્ચા કરી વિરોધ કર્યો હતો. એક તબક્કે તેમણે બીલ ફાડી નાખ્‍યુ હતું. આપના ગોપાલ ઇટાલિયા અને ભાજપના કાંતિભાઇ અમૃતિયા વચ્‍ચે પણ તડાફડી બોલ્‍યાનું જાણવા મળે છે.

આવી જ રીતે આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાએ પોતાના મંતવ્‍યમાં સમય વધારો ન કરવો જોઇએ અને સરકારને આ બીલ પરત ખેંચવા જણાવી વિરોધ કર્યો હતો અને બીલ વિધેયકની નકલ ફાડી નાંખ્‍યુ હતું. આ વાતને  અધ્‍યક્ષે ગૃહની મર્યાદા તોડો છો. આમ નકરાય તેમ જણાવ્‍યું હતું.

ગુજરાતની પંદરમી વિધાનસભાનું સત્રનો આજે ૧૦ સપ્‍ટેમ્‍બરના રોજ ત્રીજો દિવસ છે, ત્‍યારે સત્રની શરૂઆત પ્રશ્‍નોત્તરીકાળથી કરવામાં આવી છે. હાલ ગળહમાં  કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૫ પર ચર્ચા ચાલી રહી છે. જેમાં સભ્‍યો પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે.

ચર્ચા દરમિયાન ઉમેશ મકવાણાએ ગળહમાં બિલ ફાડી નાખતા અધ્‍યક્ષ  શ્રી શંકર ચૌધરીએ તેમને ઠપકો આપ્‍યો હતો. તો ગોપાલ ઈટાલિયાની ચાલુ સ્‍પીચમાં કાંતિ અમળતિયા બે વાર અકળાઈને ઉભા થઈ જતા વિધાનસભામાં ઈટાલિયા-અમળતિયા વચ્‍ચે તડાફડી જોવા મળી હતી.

પ્રશ્‍નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્‍ય ઇમરાન ખેડાવાલાએ રાઇટ ટુ એજ્‍યુકેશન હેઠળ કેટલીક શાળાઓમાં કેટલાક બાળકો સાથે ભેદભાવપૂર્વક વર્તન કરવામાં આવે છે તે સંદર્ભનો પ્રશ્‍ન પૂછયો હતો. આ પ્રશ્‍ન અગાઉ તેમણે એવું કહ્યું કે મણીનગરની સેવન્‍થ ડે હાઈસ્‍કૂલમાં જે ઘટના બની તેનું મને ખૂબ જ દુઃખ છે. તેના જવાબમાં શિક્ષણમંત્રીનું નિવેદન ચર્ચાસ્‍પદ બન્‍યુ હતું. (૯.૩૧)

(4:14 PM IST)