<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

પાટણ જીલ્લાના સાંતલપુર પાસે ન્‍હાવા પડેલા ૩ના મોતથી અરેરાટી

પાટણ જીલ્લામાં તળાવ-નદીમાં ડુબી જવાથી પ વ્‍યકિતના મોત નીપજયા

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા., ૧૦:  સાંતલપુર તાલુકના પાંચથી વધુ ગામોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જ્‍યાં જમીન ત્‍યાં જળની સ્‍થિતિ વચ્‍ચે મંગળવારના રોજ નલીયા અને રણમલપુરા ગામમાં ચાર ઈસમોના ડુબી જવાથી મોતની ઘટના બનતાં સમગ્ર પંથકમાં ભારે ગમગીનીનો માહોલ સર્જાયો હતો. જયારે સિધ્‍ધપુરના ખળી ગામના યુવાનનું પણ નદીમાં તણાઈ જતા મોત નિપજ્‍યું છે.

પ્રાપ્ત વિગતોનુસાર સાંતલપુર તાલુકાના નલીયા-વાઘપુરા જવાના માર્ગ ઉપર ખાડોડી તળાવમાં ગામના પાંચ જેટલા યુવાનો ન્‍હાવા માટે પડયા હતા. જે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હોવાની વિગતી મળતાં ગ્રામજનોમાં હાહાકાર મચી ગયો હતો

સ્‍થાનિક તરવૈયા અને SDRF ની ટીમે તાત્‍કાલીક બચાવ કામગીરી હાથ ધરાતાં બે જણાને બચાવી લેવામાં આવ્‍યા હતા અને અન્‍યની શોધખોળ દરમ્‍યાન મોડી સાંજે મળેલી માહિતીનુસાર ત્રણના મળતદેહો બહાર કાઢવામાં આવ્‍યા છે. આ મળતકોમાં એક ચૌધરી અને નાથી સમાજના ઇસમો હોવાનું પણ જાણવા મળ્‍યું છે.

જ્‍યારે સાંતલપુરથી રણમલપુરા જવાના માર્ગ ઉપરના વોકળામાંથી પસાર થતાં ત્રણ યુવાનો પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેમાંથી બે જણાને બચાવી લેવામાં આવ્‍યા હતા પરંતુ એક જણની શોધખોળ છતાં કોઈ પત્તો લાગ્‍યો નથી. રાત્રીનો અંધકાર થઈ જતાં એસડીઆરએફની ટીમને બચાવ કામગીરીમાં વિક્ષેપ પડયો હતો. ઘટનાસ્‍થળે ગ્રામજનનું મોટું ટોળું એકઠું થઈ ગય હતું અને યુવાન જીવતો મળી આવે તે માટે પ્રાર્થના કરતું હતું. તમામ ત્રણેય મળતકોના પોસ્‍ટમોર્ટમ  વારાહી સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

દરમ્‍યાન સિધ્‍ધપુર નજીક સરસ્‍વતી નદીમાં તણાઈ ગયેલા ખળી ગામના દશરથજી રત્‍નાજી ઠાકોરનો મળતદેહ ભારે શોધખોળના અંતે મળી આવ્‍યો હતો. પોલીસ તંત્રએ ડિઝાસ્‍ટર ટીમ અને જવાનોની મદદથી મળતદેહને બહાર કાઢી પોસ્‍ટ મોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી. 

(3:40 PM IST)