News of Wednesday, 10th September 2025
દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી નર્મદા જિલ્લા એડી.સેસન્સ કોર્ટે નામંજૂર કરી
વિધાન સભામાં જવા માટે શરતી જામીન પૂર્ણ થતા પુનઃ વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થયા : બીજીબાજુ જામીન નામંજૂર થયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ પુનઃ વધ્યો છે નર્મદા જિલ્લા એડી.સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જમીન માટે કરેલી અરજી નામદાર કોર્ટે નામંજૂર કરતા હવે ધારાસભ્યએ પુનઃ હાઇકોર્ટમાં જામીન મેળવવા જવું પડશે
પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આશરે 63 દિવસથી જેલમાં હતા. ત્યાર બાદ વિધાનસભામાં પોતાની હાજરી માટે તેમણે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વચગાળાના જમીન મૂક્યા હતા. જેથી નામદાર કોર્ટે 3 દિવસના શરતી જામીન પર મુક્ત કર્યા હતા. 10 સપ્ટેમ્બરે આ જમીન પૂર્ણ થતા તેઓ પુનઃ વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થઇ ગયા છે. જોકે અગાઉ ધારાસભ્યના વકીલે હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી પરંતુ તેની સુનવણી 11ઓગસ્ટ ના હોય એ પહેલા ધારાસભ્ય ચૈતર વસાવાની ચાર્જશીટ કોર્ટમાં રજુ થતા વકીલે જામીન અરજી હાઇકોર્ટમાંથી 4 સપ્ટેમ્બરે પરત ખેંચી લીધી હતી. અને નર્મદા જિલ્લા એડી.સેસન્સ કોર્ટમાં પુનઃ રેગ્યુલર જામીન માટેની અરજી દાખલ કરતા ધારાસભ્ય તરફેણમાં આર.યુ વોરાએ નામદાર કોર્ટમાં દલીલ કરી હતી જયારે સરકાર તરફેણ સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલે દલીલ કરતા સરકારી વકીલ ની દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનના મંજુર કર્યા હતા. હવે ધારાસભ્ય એ પુનઃ હાઇકોર્ટમાં રેગ્યુલર જમીન માટે અરજી કરવી પડશે
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
