<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

રાજપીપળાના ઐતિહાસિક લાલ ટાવરની દુર્દશાના અહેવાલની અસર :પ્રિન્સ માનવેન્દ્રસિંહ મેદાને આવ્યા, ટાવરનું નિરીક્ષણ કરી ઇન્ટેક દ્વારા જાળવણી કરવા જણાવ્યું

ઇન્ટેકના કન્વીનર પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ અને સહ કન્વિનર વિરાજકુમારી જાડેજાએ ટીમ સાથે લાલ ટાવરનું નિરીક્ષણ કર્યું: લાલ ટાવરનું અસલી નામ ધ સેવન મેમોરિયલ કલોક ટાવર છે, પરંતું લાલ કલરના કારણે લોકો લાલ ટાવર થી ઓળખે છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા રાજવી નગરી તરીકે ઓળખ ધરાવે છે અને અહીંયા ઘણી ઐતિહાસિક ઇમારતો પણ આવેલી છે જે પૈકી દરબાર રોડ પર આવેલા ઐતિહાસિક લાલ ટાવરની દુર્દશા બાબતના અહેવાલ અમે અમારા અખબાર માં પ્રસિદ્ધ કર્યા બાદ બીજા જ દિવસે પ્રિન્સ માનવેન્દ્રસિંહ મેદાનમાં આવ્યા અને શહેરની કેટલીક ઐતિહાસિક ઇમારતનું ઇન્ટેક સંસ્થા દ્વારા નવીનીકરણ કરવા બીડું ઝડપ્યું અને ઇન્ટેક સંસ્થાના કન્વીનર પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ અને સહ કન્વિનર વિરાજકુમારી જાડેજા એ તેમની ટીમ સાથે લાલ ટાવર નું નિરીક્ષણ કર્યું હતું. અને ટાવર ની દુર્દશા જોઈ તેઓ એ દુઃખ વ્યક્ત કરી જણાવ્યું કે હવે અમારી સંસ્થા ઇન્ટેક દ્વારા જિલ્લા પ્રસાશન ને આ માટે રજૂઆત કરી ટૂંક સમયમાં આ ઐતિહાસિક ઇમારતોનું નવીનીકરણ કરાય તે દિશામાં અમે કામ કરીશું. અત્યારસુધી આ માટે તંત્ર પાસે લાખો રૂપિયાની ગ્રાન્ટ આવી છે છતાં કોઈજ યોગ્ય કામગીરી કરી નથી તો આ ગ્રાન્ટનું શું કર્યું તે બાબતે પણ અમે સવાલ ઉઠાવીશું. લાલ ટાવર પર ઘાસ ઊગી નિકળ્યું છે, અંદર કબૂતરો ગંદકી કરી રહ્યા છે. ત્યારે આ ઐતિહાસિક ઇમારતની આવી દુર્દશા માટે અમે ચિંતિત હોય લાલ ટાવર અને જર્જરિત બનેલા વિક્ટોરિયા ગેટ સહિત જે પણ ઐતિહાસિક ધરોહર બદતર બન્યું છે તેની જાળવણી માટે હવે અને મેદાનમાં ઉતર્યા છે અને ટૂંક સમય માં આ તમામ ની કાળજી અને જાળવણી માટે અમે કાર્યવાહી કરી0શું

(11:44 PM IST)