હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નર્મદા એ.આર. ટી.ઓ દ્વારા આર.કે.મોટર ડ્રાઇવિંગ સ્કૂલ અને નર્મદા મોટર ડ્રાઈવિંગ સ્કૂલના લાઇસન્સ કરાયા રદ
ARTO કચેરી ખાતે નોંધાયેલા સરનામે વારંવાર સંપર્ક કરતા ત્યાં કોઈ ન મળતાં બે ડ્રાઈવિંગ શાળાના લાયસન્સ રદ કરાયાં

( ભરત શાહ દ્વારા )નર્મદા :સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી કચેરી નર્મદા ખાતે નોંધાયેલા આર.કે. મોટર ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલ તથા રાજપીપલા-નર્મદા મોટર ડ્રાઈવિંગ સ્કૂલના અધિકૃત રજીસ્ટર થયેલા સરનામા પર વારંવાર તપાસ કરતા મળી આવેલ નથી. વારંવારનો સંપર્ક કચેરી દ્વારા કરવાના પ્રયાસો કરતાં બંને ડ્રાઈવિંગ સ્કૂલો તેમના નોંધાયેલા સરનામા પર કાર્યરત ન હોવાનું જણાયું છે.
જેથી ડ્રાઈવિંગ શીખવા માટે જિલ્લા-તાલુકાની મોટરીંગ પબ્લીકને જાહેર અપીલ કરવામાં આવી છે કે, બંને સ્કૂલોના ડ્રાઈવિંગ ટ્રેનિંગ લાઇસન્સ કચેરી દ્વારા રદ કરવામાં આવ્યા છે. નાગરિકો હવે આ સ્કૂલો સાથે કોઈપણ પ્રકારની ટ્રેનિંગ માટેનો સંપર્ક ન કરે અને આ સ્કૂલો મારફત કોઈપણ પ્રકારના ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની તાલીમ લેવાનું ટાળે.
વધુમાં ડ્રાઈવિંગ શાળાના સંચાલકોને તાકિદ કરવામાં આવે છે કે, ડ્રાઈવિંગ સ્કૂલ લખેલ વાહનો જાહેર માર્ગો પર ન ચલાવવા અંગે આથી સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી રાજપીપલા-નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
