News of Wednesday, 10th September 2025
મોરજડી માથામોગર ફળીયામાંથી પોલીસે જુગાર રમતા 8 જુગારીને મુદામાલ સાથે ઝડપી લીધા

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લામાં દેડિયાપાડા તાલુકાના મોરજડી માથામોગર ફળીયામાં પોલીસે જુગાર પર છાપો મારી આઠ જુગારીને ઝઘડો પાડ્યા હતા
મળતી માહિતી અનુસાર દેડિયાપાડા પોલીસે બાતમીના આધારે મોરજડી માથામોગર ફળીયા માં જુગાર રમતા (૧) પ્રકાશ શાંતીલાલભાઇ વસાવા(૨) શાંતીલાલ દમણીયાભાઈ વસાવા(૩) માનસિંગ વિટલાભાઇ વસાવા (૪) નવનીત સુખલાલભાઇ વસાવા(૫) મહેશ ઓલીયા ભાઇ વસાવા(૬) રમેશ ફતેસિંગભાઇ વસાવા(૭) મુળજી દમણીયાભાઇ વસાવા તેમજ (૮) રાજેશ શીવરામભાઇ વસાવા( તમામ રહે.મોરજડી )નાઓ ને ઝડપી પાડ્યા હતા ત્યાં જુગારના દાવ ઉપરના રોકડા રૂ.૭૨૫૦/- તથા તથા અંગ ઝડતીના રૂ.૪૦૩૦/- સાથે મળી કુલ કિં.રૂ.૧૧૨૮૦ નો મુદ્દામાલ સાથે તમામ જુગારીઓ સ્થળ ઉપર પકડાઈ જતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
