<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

નેત્રંગમાં એસટી બસ ડેપોના નિમૉણ માટે ધારાસભ્ય-સાંસદ વચ્ચે વિવાદ વકર્યો

સાંસદ પરીવહન વિભાગના અધીકારી સાથે સ્થળ નિરીક્ષણ કરી ચુક્યા છે: સાંસદ રૂ.૩ કરોડના ખચઁ ભવ્ય બસડેપોની તરફેણમાં જ્યારે ધારાસભ્ય પીકઅપ બસસ્ટેન્ડની તરફેણ કરતા હોવાથી મામલો ગરમાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા : ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ જિલ્લા પંચાયતના ગેસ્ટહાઉસના ટેકરાને તોડીને રૂ.૩ કરોડના ખચઁ અત્યાઆધુનિક સુવિધાથી સજ્જ બસ ડેપોના નિમૉણ માટે ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવા એ માગઁ-પરીવહન વિભાગના અધીકારી સાથે સર્વે  કર્યો હતો.ત્યારબાદ ભરૂચ જી.પંચાયતની સભામાં ઠરાવ કરીને જી.પંચાયત હસ્તકની જમીનનું સંપાદન કરીને બસડેપોના નિમૉણ માટે જગ્યાની ફાળવણી કરાઇ હતી

   .આગામી ટુંક સમયમાં નેત્રંગ તાલુકા મથકે નમઁદા જીલ્લાના સેલંબા અને ભરૂચ જીલ્લાના આમોદ તાલુકા જેવું ભવ્ય બસ ડેપોના નિમૉણની કામગીરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.તેવા સંજોગોમાં નેત્રંગ તા.પંચાયત અધીકારીઓ એનેત્રંગ તાલુકા મથકે ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના નામથી પીકઅપ બસસ્ટેન્ડના નિમૉણ માટેના વકઁઓડઁરની તૈયારી કરતાં ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા અકળાયા છે. સાંસદ મનસુખભાઇ વસાવા અને ધારાસભ્ય રિતેશભાઈ વસાવા વચ્ચે વિવાદ વધુ વકર્યો છે.નેત્રંગ તાલુકા મથકે રૂ.૩ કરોડના ખર્ચે જ આધુનિક બસડેપો જ બનશે તેવું સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું.જ્યારે નેત્રંગ તાલુકા ભાજપના કાયઁકરો આ બાબતે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવશે તેવું ચચાઁઇ રહ્યું છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, નેત્રંગમાં એસટી બસસ્ટેન્ડના નિમૉણ માટે પરીવહન વિભાગના જવાબદાર અધિકારીઓ એ ત્રણ-ચાર વખત સર્વે કયૉ છે, કરોડો રૂપિયા ધુળ ખાઇ રહ્યા છે.તેવા સંજોગોમાં તાત્કાલિક ધોરણે આધુનિક એસટી બસ ડેપોનું નિમૉણ થાય તે જરૂરી જણાય છે

(11:47 PM IST)