<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

ચોર હવે સરકારી એસટી બસ ને પણ નિશાન બનાવે છે...

ખૈડીપાડા ગામે નાઇટ હોલ્ડ માં ઉભેલી એસટી બસ માંથી ૨૦૦ લીટર ડીઝલ ની ચોરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલા ખૈડીપાડા ગામમાં રાત્રિ રાઉન્ડમાં ગયેલી એસટી બસમાંથી કોઈ ચોર શખ્શ ચોરી કરતા ફરિયાદ નોંધાઈ છે

    મળતી માહિતી અનુસાર રાજેશભાઇ સોમાભાઈ વસાવા બસ ડ્રાઈવર બે.નં.૫૩૯ (રહે.કાટીપાડા પીપરી ફળીયું તા.નેંત્રંગ જી.ભરૂચ )નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તા.૨૯/૦૮/૨૦૨૫ ના ક.૦૮/૦૦ થી તા.૩૦/૦૮/૨૦૨૫ ના ક.૦૬/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન ખૈડીપાડા ગામે ગ્રામપંચાયતમા તેઓ નાઈટ ગોલ્ડ મા હતા તે વખતે કોઇપણ સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમો રાત્રીના સમયે સરકારી બસ નંબર-GJ-18-Z-4934 ની ટાંકીનો નીચે આવેલ બોલ્ટ ખોલી સરકારી બસ માંથી આશરે ડીઝલ લી.૨૦૦ કિ.રૂ.૧૭,૧૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ડીઝલ ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:51 PM IST)