News of Thursday, 11th September 2025
નડિયાદમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરાવાનો આક્ષેપ:હિન્દુ ધર્મ સેનાના કાર્યકર દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ
હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ સ્થળ મુલાકાત લેતા રિસ્ટોરેશન એન્ડ રિવાઈવલ બાઇબલ કોલેજ નામની સંસ્થા હેઠળ ધર્મપરિવર્તન ની કામગીરી ચલાવતી હોવાનો આરોપ

નડિયાદ શહેરમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હિન્દુ ધર્મ સેનાના કાર્યકર દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીમાં કેટલાક લોકો દ્વારા ધર્મ પરિવર્તનની કામગીરી ચલાવાઈ રહી છે. હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ સ્થળ મુલાકાત લેતા રિસ્ટોરેશન એન્ડ રિવાઈવલ બાઇબલ કોલેજ નામની સંસ્થા હેઠળ ધર્મપરિવર્તન ની કામગીરી ચલાવતી હોવાનો આરોપ લગાવ્યો છે .નડિયાદની આ સંસ્થામાં દાહોદ અને અન્ય જિલ્લાના પછાત લોકોને લાવી ખ્રિસ્તી પ્રાર્થના અને બાઈબલનું જ્ઞાન આપવામાં આવતું હોવાના આરોપ. હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો દ્વારા પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ આપી કાયદેસર કાર્યવાહી કરવા માટે માંગકરી હતી
(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
