<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી સંપન્ન : 97 ટકા મતદાન, 12મીએ કરાશે મતગણતરી

12મી સપ્ટેમ્બરના રોજ સવારે 9 કલાકે અમૂલ પરિસરમાં બે રાઉન્ડમાં મતગણતરી યોજાશે

આણંદમાં અમૂલ ડેરીના નિયામક મંડળ માટેની ચૂંટણી સંપન્ન થઈ છે. અમૂલ ડેરીના 8 બ્લોક અને એક વ્યક્તિગત બેઠક માટેનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. સવારે 9 કલાકે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા બપોરે 3 કલાકે પૂર્ણ થઈ હતી, જેમાં અંદાજે 97 % મતદાન નોંધાયું છે. 8 બ્લોક બેઠકો પર 24 ઉમેદવારોનું ભાવી હવે મતપેટીમાં સીલ થયું છે. નિયામક મંડળની યોજાયેલી ચૂંટણીની મતગણતરી આગામી 12મી સપ્ટેમ્બરના રોજ સવારે 9 કલાકે અમૂલ પરિસરમાં બે રાઉન્ડમાં યોજાશે.

(1:12 AM IST)