News of Thursday, 11th September 2025
પંજાબ અને છત્તીસગઢમાં પૂરગ્રસ્તોની વ્હારે ગુજરાત સરકાર : ભુપેન્દ્રભાઈ પટેલે રાહત સમાગ્રીના ટ્રેકને લીલીઝંડી આપી
ગુજરાત સરકારે 22 વેગન માં 770 મે ટન રાહત સામગ્રી મોકલી: કીટમાં એક નાના કુટુંબ માટે ઘરવખરી સહિતની લગભગ 32થી વધુ પ્રકારની આવશ્યક વસ્તુઓનો સમાવેશ

પંજાબ અને છત્તીસગઢમાં પૂરગ્રસ્તોની વ્હારે ગુજરાત સરકાર વ્હારે આવી છે. પંજાબ અને છત્તીસગઢમાં ભાજપે રાહત સામગ્રી મોકલી. CM ભૂપેન્દ્ર પટેલે રાહત સમાગ્રીના ટ્રેકને લીલીઝંડી આપી. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે લીલીઝંડી બતાવી. જુદી જુદી 32 પ્રકારની ચીજ વસ્તુઓ છત્તીસગઢ મોકલાઈ.
પંજાબમાં છેલ્લા કેટલાય સમયથી ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે અને પૂરની સ્થિતિએ તબાહી મચાવી છે. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં પૂરના કારણે અત્યંત ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારો માટે સહાય મોકલવાનો એક મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી પૂરગ્રસ્તોને સહાય સામગ્રી મોકલી છે, જેનો ફ્લેગ ઓફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલની આગેવાનીમાં કરવામાં આવ્યો છે.
આ સહાય માત્ર પંજાબ જ નહીં, પરંતુ છત્તીસગઢ માટે પણ મોકલવામાં આવી છે. આજે સવારે 10 વાગ્યે ગુજરાત સરકારે 22 વેગન માં 770 મે ટન રાહત સામગ્રી મોકલી છે. આ સામાન ગાંધીનગર રેલવે સ્ટેશનથી મુખ્યમંત્રી લીલી ઝંડી આપીને રવાના કરી છે. આ કીટમાં એક નાના કુટુંબ માટે ઘરવખરી સહિતની લગભગ 32થી વધુ પ્રકારની આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે. જ્યારે છત્તીસગઢ માટેની સામગ્રી ટ્રક દ્વારા કમલમથી રવાના થશે.
પંજાબમાં પૂરના પાણી લગભગ બધી જગ્યાએ ફરી વળ્યા છે, જેના કારણે લોકોની ઘરવખરીનો સામાન બગડી ગયો છે અને ઘણા લોકો ઘરવિહોણા બનીને બહાર રહેવા મજબૂર બન્યા છે. આવા સમયે ગુજરાત સરકારનો આ સૌથી મોટો નિર્ણય કુદરતી આફતમાં હેરાન થયેલા લોકોને થોડી મદદ પૂરી પાડશે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
