તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Thursday, 11th September 2025
હવામાન વિભાગે 14થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું : ક્યાંક છૂટો છવાયેલો ધીમો વરસાદ પડશે
થોડા દિવસ રાહત રહ્યા બાદ ગુજરાતના તમામ જિલ્લામાં ચાર દિવસ સુધી હળવો ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ તા.૧૧ : ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી મુશળધાર વરસાદ બાદ બે દિવસથી વરસાદમાં રાહત જોવા મળી રહી છે. જોકે, આ રાહત ફક્ત થોડા સમય પૂરતી જ રહેશે. કારણ કે, હવામાન વિભાગે 14થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 14 સપ્ટેમ્બર સુધી, રાજ્યમાં ક્યાંક છૂટો છવાયેલો ધીમો વરસાદ જોવા મળી શકે છે.
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના તમામ જિલ્લામાં આવતા ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ છૂટો છવાયેલો વરસાદ જોવા મળી શકે છે.
14 સપ્ટેમ્બરઃ શનિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ, દાદારા અને નગર હવેલીમાં અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.
14 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, 5થી વધુ જિલ્લામાં ઍલર્ટ 2 - image
15 સપ્ટેમ્બરઃ રવિવારે છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
14 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, 5થી વધુ જિલ્લામાં ઍલર્ટ 3 - image
16 સપ્ટેમ્બરઃ સોમવારે નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
