તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
લોક સાહિત્યકાર દેવાયત ખવડને મોટો ઝટકો:વેરાવળ સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા :7 દિવસના રિમાન્ડ મંજૂર
ખવડના જામીન સામે પોલીસે વાંધો ઉઠાવ્યો: ખવડના વકીલે પણ જામીન રદ કરવાની માંગ સામે વિરોધ કર્યો ન હતો: તાલાલા પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગ કરી : કોર્ટે માન્ય રાખી

અમદાવાદ : લોક સાહિત્યકાર દેવાયત ખવડના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. દેવાયત ખવડના 17 તારીખ સુધી રિમાન્ડ મંજૂર કરાયા છે. જામીન રદ થયા બાદ તેને રિમાન્ડ પર મોકલાયો છે. તાલાલા પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જ્યારે સાત દિવસના રિમાન્ડની માગ કોર્ટે માન્ય રાખી છે.
લોક કલાકાર દેવાયત ખવડના જામીન રદ કરાયા હતા. ખવડના જામીન સામે પોલીસે વાંધો ઉઠાવ્યો હતો. પોલીસ દ્વારા જામીનના વિરોધમાં દાખલ કરવામાં આવેલી અરજીને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ખવડના વકીલે પણ જામીન રદ કરવાની માંગ સામે વિરોધ કર્યો ન હતો. વેરાવળ સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા હતા
18 ઓગસ્ટના રોજ દેવાયત ખવડ સહિત કુલ 7 આરોપીઓને વેરાવળની નીચલી અદાલતે જામીન મંજૂર કર્યા હતા. દેવાયત ખવડ અને અન્ય સાત આરોપીઓ વિરુદ્ધ હુમલાના કેસમાં તાલાલા પોલીસે દેવાયત ખવડના 7 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે તેને નામંજૂર કરી હતી. આ સાથે જ કોર્ટે આ કેસના તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો હતો. તમામને રૂ.15000ના બોન્ડ પર જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા
આ કેસની સુનાવણી વેરાવળની ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એ. જાનીની અદાલતમાં હાથ ધરાઈ હતી. પોલીસ તરફથી દેવાયત અને અન્ય આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. પરંતુ આરોપી પક્ષના વકીલ એ.જે. વિરરાએ પોલીસની માગણી સામે કડક વાંધો નોંધાવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આરોપીઓને તેમની ધરપકડના કારણો અંગે જાણ કરવામાં નથી આવી, જે બંધારણના આર્ટિકલ 22(b)નું ઉલ્લંઘન છે. વધુમાં, સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને તેમણે આરોપીઓને જામીન આપવાની માગ કરી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં કુલ 7 આરોપીઓને જામીન પર મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને રિમાન્ડ ફગાવી દેવામાં આવ્યા હતા. .
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
