તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
અમદાવાદ બોપલમાં ગટરની સફાઈ કરતા 2 શ્રમિકનાં મોત મામલે મોટી કાર્યવાહી: કોન્ટ્રાક્ટરની ધરપકડ
SC-ST સેલ પોલીસે કોન્ટ્રાક્ટર મુકેશ ઠાકુરની ધરપકડ કરી : પોલીસ તપાસમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવતાં આ કાર્યવાહી

અમદાવાદમાં બે શ્રમિકોનાં મોત મામલે SC-ST સેલ પોલીસ (SC-ST Cell Police) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે કોન્ટ્રાક્ટર મુકેશ ઠાકુરની ધરપકડ કરી છે અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ પહેલા બોપલમાં આવેલા ધ ગાર્ડન બંગ્લોઝમાં ગેસ ગળતર થતા ગટરની સફાઈ કરી રહેલા બે શ્રમિકોનાં મોત નીપજ્યા હતા, જે બાદ મૃતકોનાં પરિવારજનો દ્વારા આ મામલે યોગ્ય તપાસ અને ન્યાયની માગ કરાઈ છે.
અમદાવાદનાં બોપલ વિસ્તારમાં 5 સપ્ટેમ્બરે ધ ગાર્ડન બંગ્લોઝમાં ગટર સાફ-સફાઈનું કામ ચાલી રહ્યું હતું. 1.50 લાખમાં સોસાયટીની ગટર સાફ-સફાઈ અને જોડાણનું કામ રાખ્યું હતું. દરમિયાન, ગેસ ગળતરનાં કારણે શ્વાસ રુંધાઇ જતાં ગટરની સાફ-સફાઈ કરી રહેલા બે શ્રમિક વિકાસ કોરી અને કનૈયા કોરીનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.
માહિતી મુજબ, SC-ST સેલ પોલીસ (SC-ST Cell Police) આ કેસમાં કોન્ટ્રાક્ટર મુકેશ ઠાકુરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ સુરક્ષા સાધનો આપવામાં આવ્યા હતા કે કેમ ? શ્રમિકોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે કેમ ? સહિતનાં સવાલોનો જવાબ મેળવવા પોલીસ તપાસ આદરી છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
