News of Thursday, 11th September 2025
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાંજે થરાદના નાગલા ગામે પહોંચ્યા : ગામ લોકો સાથે સંવાદ કર્યો
સુઈગામના વરસાદી અસરગ્રસ્ત ગામોની મુલાકાત બાદ થરાદ પહોંચેલા મુખ્યમંત્રીએ પાણીના નિકાલ માટે શું કરી શકાય એ બાબતે ચર્ચા કરી

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુઈગામના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ ગુરુવારે મોડી સાંજે થરાદના નાગલા ગામે પહોંચ્યા હતા.
અહીં તેમણે ગામના લોકો સાથે સંવાદ કરીને દર વર્ષે વરસાદના કારણે પાણીના કાયમી નિકાલ માટે શું કરી શકાય તે બાબતે સાથે ચર્ચા કરી હતી.
આ મુલાકાત દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, જિલ્લા પ્રભારી અને ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત તથા જિલ્લા પદાધિકારીઓ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
