તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
વડોદરા મર્ડર કેસનો આરોપી કોર્ટમાંથી ફરાર: 2 પોલીસ કર્મી સસ્પેન્ડ : ક્રાઈમ બ્રાન્ચે ભાગી ગયેલ આરોપીને સુરતથી ઝડપ્યો
નરપતદાન અને વિશ્વમ નામનાં પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા : બંને પોલીસકર્મીઓ સામે ખાતાકીય તપાસનાં આદેશ પણ આપ્યા

વડોદરા કોર્ટમાંથી આરોપી ફરાર થતા જાપ્તા બંદોબસ્તનાં બે પોલીસ કર્મીઓ સસ્પેન્ડ કરાયા છે. નરપતદાન અને વિશ્વમ નામનાં પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બેદરકાર પોલીસકર્મીઓ સામે કમિશ્નરે ત્વરીત કાર્યવાહી હાથ ધરી છે. બંને પોલીસકર્મીઓ સામે ખાતાકીય તપાસનાં આદેશ પણ આપ્યા છે. એસીપી ડી ડિવિઝનને મામલાની તપાસ સોંપાઇ છે. દિપેન મર્ડર કેસનો આરોપી કોર્ટમાંથી નાસી છૂટ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ફરાર આરોપીને સુરતથી ઝડપી પાડ્યો છે.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
