તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
ગુજરાત હાઇકોર્ટની મંજૂરી બાદ સેવન્થ ડે સ્કૂલ સામે તપાસ ઝડપી બનશે : અનેકવિધ બાબતો મામલે ચકાસણી કરાશે
શાળામાં નશીલા દ્રવ્યો, ચોક્કસ ધર્મના પ્રચાર પ્રસારના આક્ષેપો થયેલા છે. ડોનેશન અને વધુ ફી લેવા બાબતની પણ તપાસ કરવામાં આવશે

ગુજરાત હાઇકોર્ટની મંજૂરી બાદ સેવન્થ ડે સ્કૂલ સામે તપાસ તેજ થશે. શાળાની મંજૂરી સમયનું અને અત્યારનું ટ્રસ્ટ અલગ અલગ છે. શાળાએ 1 થી 8 ની મંજૂરી અને NOC રજૂ કરવા પડશે. પ્રાથમિક શાળાનું માઈનોરિટી સર્ટિફિકેટ અને નકશા રજૂ કરવા પડશે. AMC એ ભાડા પેટે આપેલ જમીનના પુરાવાઓ પણ રજૂ કરવાના બાકી છે. ટ્રસ્ટમાં ફેરફાર કેવી રીતે થયો ? પાછળથી ટ્રસ્ટ કેવી રીતે એડ થયું એની પણ તપાસ હાથ ધરાશે. એક જ ધોરણના 20 ડિવિઝનને કેવી રીતે મંજૂરી અપાઈ તે અંગે તપાસ થશે. ઘટના બાદ વાલીઓએ કરેલ 300 અરજીઓ અંગે પણ થશે તપાસ. શાળામાં નશીલા દ્રવ્યો, ચોક્કસ ધર્મના પ્રચાર પ્રસારના આક્ષેપો થયેલા છે. ડોનેશન અને વધુ ફી લેવા બાબતની પણ તપાસ કરવામાં આવશે.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
