<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

કુકરમુંડાથી સુરત જતી બસ સાગબારા પાસે પલ્ટી મારતા મુસાફરોનો આબાદ બચાવ, કેટલાકને ઇજા

( ભરત શાહ દ્વારા ) નર્મદા : સાગબારા પાસે ગુજરાત એસટી બસ કે જે તાપી જિલ્લાના કુકરમુંડાથી સાગબારા થઈ સુરત જઇ રહી હતી તે બસ અચાનક પલ્ટી મારી ગઈ હતી.

  તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા ગામ ખાતેથી સુરત વાયા સાગબારા થઈને જતી એસટી બસ નંબર GJ 18 Z 7738 વહેલી સવારના સુમારે ઘનશેરા સરકારી નર્સરી સામેથી પસાર થતી વેળા બસ ચાલક ધર્મેન્દ્ર નારસિંગ વસાવાએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ પલટી મારી ગઇ હતી જેમાં સવાર મુસાફરોનો આબાદ થયો હતો.જોકે આ બસ ગણ્યા ગાંઠયા મુસાફરો પૈકીના 8 થી 10 જેટલા.મુસાફરો ને સામાન્ય ઇજાઓ પહોંચી હતી જેને સાગબારા સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. બસ વહેલી સવારે કુકરમુંડાથી સુરત જવા માટે નીકળી હતી અને સેલંબાથી સાગબારા વચ્ચે ઘનશેરા ખાતેથી પસાર થતી હતી જ્યા અચાનક બસ નેશનલ હાઈવેની બાજુમાં ખાડામાં પલ્ટી મારી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે બસમાં મુસાફરોની સંખ્યા ઓછી હોવાના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી. તેમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જાયો ત્યારે ઘટના સ્થળે ગ્રામજનો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી જ્યારે હાલ બસને ખાડામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

(9:52 PM IST)