તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
સાંસદ, ધારાસભ્યની ઉપસ્થિતિમાં રાજપીપળા પટેલ છાત્રાલય ખાતે "ભૂલકા મેળો યોજાશે

( ભરત શાહ દ્વારા ) નર્મદા :મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેના પ્રોજેક્ટ “પા પા પગલી” અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે નર્મદા જિલ્લામાં “ભૂલકા મેળા–૨૦૨૫” નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભૂલકા મેળો આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત નર્મદા દ્વારા તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પટેલ છાત્રાલય, રેલ્વે સ્ટેશન સામે, રાજપીપલામાં યોજાશે.
જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવી, ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા, નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ તથા નર્મદા જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિની ચેરમેન દક્ષાબેન વસાવા ખાસ ઉપસ્થિત રહેશે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
