<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

શ્રી રત્ન સિંહજી મહિડા કોમર્સ કોલેજ, રાજપીપળા ખાતે એચઆઈવી /એઇડ્સ અવેરનેસ કાર્યક્રમ' યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :શ્રી રત્ન સિંહજી મહીડા કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે આજરોજ ગુજરાત  એઇડ્સ કંટ્રોલ સોસાયટીના Intensified ICE Campaign હેઠળ જીએમઈઆરએસ સિવિલ રાજપીપળા દ્વારા 'એચ આઈ વીએઈડ્સ જાગૃતિ કાર્યક્રમ' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે આઇસીટીસી વિભાગ, રાજપીપળા સિવિલ હોસ્પિટલના કાઉન્સિલર સંદીપભાઈ પટેલ તથા સંપૂર્ણ સુરક્ષા કેન્દ્રના(ssk) મેનેજર અલ્પેશભાઈ વસાવા ,તથા  સંપૂર્ણ સુરક્ષા કેન્દ્રના ઓ આર ડબલ્યુ સારિકાબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા. આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવા માટે કોલેજના આચાર્ય ડોક્ટર હિતેશ ગાંધીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 

  કાર્યક્રમની શરૂઆત કોલેજના પ્રા.કિંજલબેન ત્રિવેદી દ્વારા મહેમાનોના શાબ્દિક સ્વાગત તથા પ્રસંગિક ઉદબોધનથી કરવામાં આવી હતી. ત્યારબાદ રાજપીપળાના રહેવાથી તથા જાણીતા પત્રકાર એવા ભરતભાઈ શાહે પણ પોતાના અનુભવો જણાવ્યા હતા, જે પોતે એચઆઈવી પોઝિટિવ છે. કોલેજના આચાર્ય ડોક્ટર હિતેશ ગાંધીએ ભરતભાઈ સાથે હાથ મિલાવીને ,તેમને ગળે વળગાડીને પ્રત્યક્ષ ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે કોઈને  અડવાથી, સાથે જમવાથી કે હાથ મિલાવવાથી એચઆઇવી ફેલાઈ શકતું નથી.

  મુખ્ય વક્તા એવા સંદીપભાઈ પટેલે વિદ્યાર્થીઓ ને એચ.આઈ.વી .વાઇરસ કોને કહેવાય, એઈડ્સ ની પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવે, તથા તેનાથી બચવા શું કાળજી રાખવી જોઈએ ,જો કોઈ વ્યક્તિને એચઆઈવી કે એઈડ્સ હોય તો શું ધ્યાનમાં રાખીને કે દવાઓ લઈને કુદરતી તથા સ્વસ્થ આયુષ્ય જીવી શકાય તે અંગે વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ ssk ના orw એવા સારિકા બહેન વસાવા એ વિદ્યાર્થીનીઓને જો કોઈ ગાયનેક પ્રોબ્લેમ હોય, કોઈ પ્રશ્ન હોય તો સિવિલ હોસ્પિટલમાં તેમના એસએસકે વિભાગમાં આવીને મળશો તો તેમનો સ્ટાફ તથા તેઓ તેમની મદદ કરી શકશે તેવી બાહેધરી આપી હતી. 

  કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપકો હીનાબેન માલી ,હાફીસ કુરેશી, ક્રિષ્નાબેન પટેલ તથા વહીવટી સ્ટાફ હાજર રહ્યો હતો. કાર્યક્રમને અંતે ઉપસ્થિત સૌની આભાર વિધિ કોલેજના   પ્રાધ્યાપિકા ક્રિષ્નાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત  ગાઈને કરવામાં આવ્યું હતું.

(10:00 PM IST)