<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

એનસીસી લીડરશીપ એકેડેમી, જીતનગર ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે વર્કશોપ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા : NCC લીડરશીપ એકેડેમી, જીતનગર ખાતે 10 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે NCC ગુજરાત ગર્લ્સ બટાલિયનની ટ્રેનિંગના ભાગરૂપે GMERS મેડિકલ કોલેજના માનસિક આરોગ્ય વિભાગ દ્વારા "Changing Narratives on Suicide" વિષય ઉપર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સાયકીયાટ્રીસ્ટ ડો. પ્રશાંત જરીવાલા અને સાયકીયાટ્રીસ્ટ ડો. અમિષા પટેલ દ્વારા કેડેટ્સ જોડે વાર્તાલાપ કરવામાં આવ્યા હતા. આ ઇન્ટરએક્ટિવ વર્કશોપ માં બંને સાયકીયાટ્રીસ્ટ તેમજ સોશિયલ વર્કર સોહિલકુમાર કોઠારી દ્વારા જે કેડેટ્સ ને વન-ટુ-વન કાઉન્સેલિંગ જરૂર હતું, એમનું વન-ટુ-વન કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું.
    નોંધનીય છે કે વિશ્વભરમાં 10 સપ્ટેમ્બરને વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હાલની સ્ટ્રેસ ભરી જિંદગીમાં છાશવારે આત્મહત્યા જેવા બનાવો બનતા થઈ ગયા છે, તો એવા સમયમાં આવા જનજાગૃતિના કાર્યક્રમ સમાજ માટે એક જરૂરિયાત બની જાય છે. મહત્વનું એ છે કે આત્મહત્યા એ એક રોકી શકાય એવી સમસ્યા છે, જેના વિશે જનજાગૃતિ અનિવાર્ય છે.

(10:02 PM IST)