<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

મહેસાણાના કડીમાં રોડની હાલત બદતર : ખાડારાજથી લોકોમાં ભારે આક્રોશ :ભાજપ ધારાસભ્યએ અધિકારીને ખખડાવી નાખ્યા

રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓનું જીવન મુશ્કેલ બન્યું

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં રસ્તાઓની ખરાબ હાલત અંગે સ્થાનિકોમાં ભારે રોષ છે.સ્થાનિક ભાજપના ધારાસભ્યએ આ મુદ્દે માર્ગ અને મકાન બાંધકામ વિભાગના અધિકારીઓની પણ ઝાટકણી કાઢી છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ધારાસભ્ય રસ્તાઓની ખરાબ હાલત અને ખાડાઓ ભરવામાં વિલંબ માટે અધિકારીઓની ઝાટકણી કાઢતા જોવા મળે છે.

આ વર્ષે ભારે વરસાદને કારણે કડીમાં ઘણા રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓનું જીવન મુશ્કેલ બન્યું છે.ખાસ કરીને કડીના મુખ્ય રસ્તાઓ અને આંતરિક રસ્તાઓ પર ખાડાઓની સંખ્યા વધી ગઈ છે, જેના કારણે અકસ્માતોનું જોખમ પણ વધ્યું છે. સ્થાનિક લોકોની ફરિયાદો વચ્ચે, રસ્તાના સમારકામના કામની ધીમી ગતિને લઈને લોકોમાં અસંતોષ વધી રહ્યો છે.

સ્થાનિક ભાજપના ધારાસભ્યએ રસ્તાઓની ખરાબ હાલત માટે માર્ગ અને મકાન બાંધકામ વિભાગના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે. વાયરલ વીડિયોમાં, ધારાસભ્ય રસ્તાના સમારકામના કામમાં બેદરકારી અને નબળી ગુણવત્તા બદલ અધિકારીઓને ઠપકો આપતા જોવા મળે છે. તેમણે અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે રસ્તાઓની સ્થિતિ સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે, નહીં તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(11:39 AM IST)