<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

દેવાયત ખવડ સહિતના પોલીસમાં હાજરઃ રિમાન્‍ડ મંજૂર

નીચલી કોર્ટ દ્વારા અપાયેલ જામીન સેશન્‍સ કોર્ટે નામંજૂર કરતા ૭ આરોપીઓ તાલાલા પોલીસ સ્‍ટેશનમાં હાજર થતા ધરપકડ

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા. ૧રઃ ચિત્રાડ રોડ ઉપર દેવાયત ખાવડ સહીત ૧૨ થી ૧૫ શખ્‍સોએ હુમલો કરેલ હોય જેમાં સાત આરોપીઓને તાલાલા પોલીસે ઝડપી લીધેલ હોય જેને તા. ૧૮ ના રોજ નીચલી કોર્ટ માં રજુ કરતા જામીન અપાયેલ હોય જે સેશન્‍સ કોર્ટે જામીન ના મંજુર કરી તાલાલા પોલીસ સ્‍ટેશન માં હાજર કરવાનો આદેશ કરાયેલ હતો.

ગીર સોમનાથ જીલ્લા ના સરકારી વકીલ કેતનસિંહ વાળા એ જણાવેલ હતું કે ચિત્રાડ રાડ ઉપર દેવાયત ખાવડ સહિત ૧૨ થી ૧૫ ટોળાએ ખુની હુમલો કરેલ હોય જેથી અનેક કલમો તેની સામે લગાડેલ હોય સાત આરોપીઓને દેવાયત ખવડ, હીતેષભાઈ વિઠલભાઈ વાસણ, મહેન્‍દ્રભાઈ કેશુરભાઈ,જનકભાઈ કાળુભાઈ ચાપડા,દેવેન્‍દ્રભાઈ દિલુભાઈ દેવ,રાજભાઈ બચુભાઈ મેવાસા, અશોકભાઈ ગોબરભાઈ ધોળકીયાને તાલાલા પોલીસે વેરાવળ ની નીચલી કોર્ટમાં રજુ કરેલ હતા જે તમામ જામીન મંજુર થયેલા હતા જેથી સરકાર પક્ષે જામીન રદ કરવાની અરજી તેમજ રીમાન્‍ડ ના મંજુર થયેલ હોય તેની રીવીઝન અરજી દાખલ કરેલ તેમાં સરકાર પક્ષે કેતનસિંહ વાળા એ હાજર થઈ તપાસ ના કાગળો જુદા જુદા સપ્રીમ કોર્ટ ના ચુકાદાઓ ટાકીની નીચલી કોર્ટ જે હુકમ કરેલ તેની સામે રજુઆત કરેલ હતી.

આરોપી પક્ષ ના વકીલે હાજર રહી રીમાન્‍ડ અરજી જામીન અરજી રદ કરવાની સામ વાંધો નથી એટલે તેમાં જે હુકમ કરવામાં આવે તે માટે કોઈ ઓર્ડર જોઈતો નથી સરકાર ની માંગણીઓ મંજુર કરવામાં આવે તો કોઈ વાંધો નથી જેથી પ્રિન્‍સીપાલ ડ્રીસ્‍ટ્રીક એન્‍ડ સેશન્‍સ કોર્ટ ના જજ વિક્રમસિંહજી ગોહીલ સાતેય આરોપીઓની જામીન સંબધીત અપાયેલ બોન્‍ડ રદ કરવાનો આદેશ કરેલ અને આજ સધી માં તાલાલાપોલીસ સ્‍ટેશનમાં તમામ આરોપીએ હાજર થવાનો જણાવેલ હેતુ તેમજ પોલીસે રીવીઝન અરજી કરેલ હતી જેમાં જે રીમાન્‍ડ માંગેલ હતા તેમાં તા. ૧૭/૯/૨૫ ના સવારે ૧૧ વાગ્‍યે તાલાલા કોર્ટમાં તમામ આરોપીઓને રજુ કરવા જણાવેલ હતું દેવાયત ખવડ સહિત સેશન્‍સ કોર્ટ તમામ આરોપીઓના જામીન ના મજુર કરેલ હોય તેમજ રીવીઝન અરજી મુજબ છ દિવસ ના તપાસ ના કામ માટે રીમાન્‍ડ પણ આપેલ હોય તેમ જણાવેલ હતું.

તપાસનિશ અધિકારી પી.આઈ. ગઢવી એ જણાવેલ હતું ક ૧૨ થી ૧૫ ટોળાએ હુમલો કરલ હતો જથી અનેક કલમા સાથે ગુનો દાખલ કરેલ છે આજે તા.૧૧/૯/૨૫ ના હાજર થઈ જશે ત્‍યાર બાદ તપાસ હાથ ધરવામાં આવશે સાત આરોપીઓને પોલીસે ઝડપેલ હતા બાકીના તપાસ દરમ્‍યાન જે પણ નામો ખુલે તેની ધરપકડ કરવામાં આવશે તેમજ કોણે કોણે આશરો આપેલ હતો તેમજ ગુનામાં વપરાયેલ અને સાધનો જપ્‍ત કરવામાં આવશે.

(1:15 PM IST)