<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

અમરેલીમાં ભુપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતીમાં સહકારી સંસ્‍થાઓની ૨૧મીએ બેઠક

દિલીપભાઇ સંઘાણીની સહકાર યાત્રાની ઝાંખી કરાવાશેઃ પરસોતભાઇ રૂપાલા સહિતના હાજરી આપશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૨: તા. ૨૧મી સપ્‍ટેમ્‍બરે યોજાનારી સહકારી સંસ્‍થાઓની વાર્ષિક સાધારણ સભામાં સંઘાણી શરાફી મંડળીથી લઇ અને ઇફકો અને ત્‍યાથી આગળ આંતરરાષ્‍ટ્રીય સહકારી જગત સુધીની સફર ખેડનાર સહકાર શીરોમણી દિલીપ સંઘાણીની સહકાર યાત્રાની ઝાંખી કરાવવા માટે સહકાર રત્‍ન અશ્વીન સાવલીયાની ટીમ સહકાર દ્વારા તડામાર તૈયારીઓ વચ્‍ચે આગામી તા. ૨૧એ સહકારી સંસ્‍થાઓની બેઠકમાં રાજયના મુખ્‍યમંત્રી ઉપસ્‍થિત રહેનાર હોવાનું જાણવા મળેલ છે.

અમરેલી જિલ્લાબેન્‍ક, દુધસંઘ, જિલ્લા સહકારી અને ખરીદ વેચાણ સંઘની પરંપરાગત વાર્ષિક સાધારણસભા તા. ૨૧મીએયોજાશે જેમા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિ રહેનાર છે. સહકારી ક્ષેત્રે પારદર્શીતા આવે અને ખર્ચબચેતે માટે દેશમાં સૌપ્રથમ એક સાથે સહકારી સંસ્‍થાઓની વાર્ષિક સભા યોજવાનો ચીલો પાડનાર  દિલીપભાઇ સંઘાણી, પરશોત્તમ રૂપાલા સહિતના વરિષ્ઠ આગેવાનો ૨૧મીનીબેઠકમાં ઉપસ્‍થિત રહેનાર હોવાનું પણ જાણવા મળેલ છે.(૨.૨૧)

(1:09 PM IST)