તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th September 2025
બુધવારે નરેન્દ્રભાઇના જન્મદિન નિમિત્તે હીરામણિ આરોગ્યધામમાં રકતદાન અને તબીબી સેવા કેમ્પ
૭ પ્રકારના બ્લડ ટેસ્ટ, ડોકટરો દ્વારા નિદાન અને ચશ્મા વિનામૂલ્યે : નરહરિ અમીન

રાજકોટ, તા. ૧ર : દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭પમાં જન્મદિવસ પ્રસંગે હીરામણિ આરોગ્યધામ, અડાલજ ગાંધીનગર ખાતે નરહરિ અમીન (પ્રમુખ-જનસહાયક ટ્રસ્ટ અને સાંસદ રાજયસભા) તથા રાજકુમાર ગુપ્તા (પ્રમુખ-ગુજરાત લોકસેવા ટ્રસ્ટ)ના સંયુકત ઉપક્રમે તા. ૧૭ બુધવારે સવારે ૯ થી સાંજે પ વાગ્યા દરમ્યાન નિઃશુલ્ક તબીબી કેમ્પ યોજાનાર છે. વોલ્યન્ટરી બ્લડ ડોનેશન કેમ્પ, ફ્રી ઓ.પી.ડી. કન્સલ્ટેશન, ફ્રી બેઝીક હેલ્થ પ્રોફાઇલ, આંખના નંબરનું ફ્રીમાં ચેકિંગ અને ફ્રી ચશ્મા વિતરણ વગેરે આયોજન કરવામાં આવેલ છે.
કાર્યક્રમ અંતર્ગત CBC, S. Creatine, Random Blood Sugar, Cholesterol, Uric Acid, total Protein, S.Billirubin-7 પ્રકારના બ્લડ ટેસ્ટ ફ્રી કરી આપવામાં આવનાર છે. જેના બ્લડ રિપોર્ટ સીધા જ દર્દીના મોબાઇલ નંબરમાં વોટસએપ દ્વારા મોકલવામાં આવનાર છે. આ દિવસે મેડિસિન, પીડિયાટ્રીક, ઓર્થોપેડિક, ડેન્ટલ, નેફ્રોલોજી, ફિઝીયોથેરાપી આયુર્વેદિક, નેચરોપથી અને હોમિયોપેથીના વિભાગના દર્દીેઓને નિષ્ણાંત ડોકટરો દ્વારા ફી ઓ.પી.ડી. કન્સલ્ટેશન પણ આપવામાં આવનાર છે. તેમ શ્રી નરહરિ અમીન જણાવે છે.
કેમ્પની મુલાકાત લેનાર તમામ વ્યકિતઓના આંખના નંબર ફ્રીમાં ચેક કરી આપીને તેઓને નજીકના કે દૂરના જે પણ નંબર આવે તેના ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવનાર છે. આ દિવસે વોલ્યન્ટરી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે તેમ શ્રી નરહરિ અમીન (મો. ૯૮રપ૦ ૦૬૬૬૭) જણાવેલ છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
