<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

વિસાવદરના મતદારોને ગાંધીનગરનો પ્રવાસ કરાવવા ગોપાલ ઇટાલિયાનું અભિયાન

જેણે ગાંધીનગર મોકલ્‍યા તેને ગાંધીનગર તેડાવવાના

રાજકોટ તા.૧૨: વિસાવદરની પેટાચુંટણીમાં ઐતિહાસિક વિજય મેળવનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય શ્રી ગોપાલ ઇટાલિયાએ પોતાના મતક્ષેત્રમાંથી ગાંધીનગર પ્રવાસે આવવા ઇચ્‍છતા લોકો માટે પ્રવાસની વ્‍યવસ્‍થા કરી છે. તેનો પ્રારંભ કરી દીધો છે. જે મતદારોએ પોતાને ચુંટીને ગાંધીનગર મોકલ્‍યા તે મતદારોને સન્‍માનપૂર્વક ગાંધીનગર તેડાવવા તેવો તેમનો અભિગમ છે. હમણા જ ત્રણ બસોમાં વિસાવદર પંથકના બહેનોએ પ્રવાસ પૂર્ણ કર્યો છે. સઘળી વ્‍યવસ્‍થા ધારાસભ્‍ય દ્વારા કરવામાં આવે છે. મતક્ષેત્રના પ્રશ્નો માટે પણ સરકાર સમક્ષ અવાજ ઉઠાવતા રહે છે.

વિસાવદરના મતદારોને ગાંધીનગરમાં સરકારી કચેરીઓથી વાકેફ કરવામાં આવે છે. તેમજ અક્ષરધામ સહિત અન્‍ય દર્શનીય કે જોવાલાયક સ્‍થળોએ લઇ જવામાં આવે છે. સમયાંતરે છ-સાત તબક્કે પ્રવાસનું આયોજન કરી આવતા ૬ માસમાં ગોપાલ ઇટાલિયા ઇચ્‍છુક તમામ મતદારોને ગાંધીનગરનો પ્રવાસ કરાવવા કટીબધ્‍ધ છે. ધારાસભ્‍યના જનસંપર્કના આ નૂતન પ્રયોગથી લોકો ખુશખુશાલ છે.(

(12:30 PM IST)