<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

સમૃધ્‍ધ ભવિષ્‍યના નિર્માણ માટે ભણતર પાયાનો એકમઃ કુબેર ડીંડોર

 

રાજકોટ, તા. ૧રઃ ભારત સરકારના ટ્રાયબલ અફેર્સ મંત્રીશ્રી દુર્ગાદાસ ઉઈકે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે ઉમરપાડા તાલુકાના વાડીગામની સૈનિક શાળાની મુલાકાત લઈ નિરીક્ષણ કરીને સંપૂર્ણ આંતરિક સુવિધાઓને નિહાળી.

આ સૈનિક શાળામાંથી મેળવી રહેલા જ્ઞાન અને શિસ્‍તના આધાર પર વિધાર્થીઓ રાષ્‍ટ્ર માટે સમર્પણની ભાવના કેળવી રહ્યા છે. જે દેશના ઉજ્જવળ ભવિષ્‍યમાં મહત્‍વની ભૂમિકા ભજવશે તેવો મને વિશ્વાસ છે. તેમ જણાવી ઉમેરેલ કે સમૃધ્‍ધ ભવિષ્‍યના નિર્માણ માટે ભણતર પાયાનો એકમ છે.આ પ્રસંગે બારડોલીના સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા, ધારાસભ્‍યશ્રી ગણપતભાઈ વસાવા, જિ.પં.ના મહિલા બાળવિકાસ સમિતિના અધ્‍યક્ષશ્રી દરિયાબેન વસાવા, ઉમરપાડાના તા.પં.પ્રમુખશ્રી રમેશભાઈ વસાવા, જિલ્લા વહીવટી તંત્ર, સંબંધિત વિભાગના અધિકારીઓ, અન્‍ય મહાનુભાવો સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:40 PM IST)